Dinvishesh in June Gujarati pdf | જૂન મહિનાના દિનવિશેષ | જૂનના મહત્વના દિવસો 2023

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Dinvishesh in June Gujarati pdf | જૂન મહિનાના દિનવિશેષ | જૂનના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.

Table of Contents

Dinvishesh in June Gujarati pdf | જૂન મહિનાના દિનવિશેષ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત  શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત  પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Dinvishesh in June | જૂન દિનવિશેષ

 • 1 જૂન – વિદ્યા વગૌરી નીલકંઠ જન્મજયંતિ
 • 1 જૂન – વર્લ્ડ મિલ્ક ડે
 • 5 જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ
 • 8 જૂન – વિશ્વ સમુદ્ર દિવસ
 • 12 જૂન – વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ
 • 14 જુન રક્તદાતા દિવસ
 • 15 જૂન – વિશ્વ વિકલાંગ દિવસ
 • 17 જૂન – વિશ્વ રણ વિસ્તાર, દુષ્કાળ રોકધામ દિવસ
 • 20 જૂન – પિતૃ દિવસ
 • 21 જૂન – વિશ્વ યોગ દિવસ
 • 23 જૂન – આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ
 • 23 જૂન – શ્યામપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ
 • 23 જૂન – વિશ્વ વિધવા દિવસ
 • 25 જૂન – સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ
 • 26 જૂન – માદક પદાર્થવિરોધ દિવસ
 • 27 જૂન – વિશ્વ ડાયાબીટીસ દિવસ
 • 27 જૂન – બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જન્મ જયંતિ
 • 27 જુન – પી. ટી. ઉષા જન્મ દિવસ
 • 30 જુન – આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ
See also  વાર્તાનો વડલો: નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

જૂન મહિનાના દિનવિશેષ PDF: Download


January Din Vishesh in Gujarati:- Download
February Din Vishesh in Gujarati:- Download
March Din Vishesh in Gujarati:- Download
April Din Vishesh in Gujarati:- Download
May Din Vishesh in Gujarati:- Download
July Din Vishesh in Gujarati:- Download
August Din Vishesh in Gujarati:- Download
September Din Vishesh in Gujarati:- Download
October Din Vishesh in Gujarati:- Download
November Din Vishesh in Gujarati:- Download
December Din Vishesh in Gujarati:- Download

 

જૂન મહિનાના દિનવિશેષ

02 જૂન દિનવિશેષ: તેલંગાણા રચના દિવસ (Telangana Formation Day)

· 2 જૂન, 2014 ના રોજ ભારતના 28માં રાજય તરીકે તેલંગાણા રાજયની રચના કરવામાં આવી હતી.

· આથી, દર વર્ષે 2 જૂને તેલંગાણા રચના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

· આંધ્રપ્રદેશ રાજયમાંથી અલગ થઈને તેલંગાણા રાજયની રચના થઈ હતી.

· રાજધાની :
હૈદરાબાદ (તેલંગાણા)

· રાજ્યપાલ : તમિલિસાઈ સુંદરરાજન

· મુખ્યમંત્રી :
કે. ચંદ્રશેખર રાવ (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) પ્રાદેશિક રાજકીય પક્ષ)

07 જૂન: વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safety Day)

· દર વર્ષે 7 જૂનનાં રોજ સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા ‘વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ’(World Food Safety Day)ની ઉજવણી કરવામાં આવે છે.

· વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી ખોરાકજન્ય બીમારીઓ, તેમનું નિવારણ તેમજ તેની વ્યવસ્થાપન તકનીકીઓ અંગે જાગરૂકતા ફેલાવવા માટે કરવામાં આવે છે. તેમજ તેના દ્વારા વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, સુખાકારી અને ટકાઉ વિકાસની પણ ખાતરી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

· આ દિવસની વૈશ્વિક ઉજવણીનું આયોજન સંયુક્ત રીતે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)અને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2019માં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આથી, વર્ષ 2022માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચોથા વિશ્વ ખાદ્ય સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

· થીમ : ‘Safer food, better health’

08 જૂન દિનવિશેષ: વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day)

· સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા દર વર્ષે 8 જૂનના રોજ ‘વિશ્વ મહાસાગર દિવસ’(World Oceans Day)ની ઉજવણી કરવામાં આવે છે.

· વિશ્વમાં આવેલા મહાસાગરો દ્વારા પ્રાપ્ત થતી વસ્તુઓ જેવી કે સમુદ્રી ખોરાક, કીમતી સમુદ્રી જણસો તેમજ સમુદ્રની મદદથી થતું વૈશ્વિક પરિવહન વગેરે જેવી બાબતોના સન્માન કરવાના ભાગરુપે દર વર્ષે ‘વિશ્વ મહાસાગર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

· સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA)એ 5 ડિસેમ્બર, 2008ના રોજ એક ઠરાવ સ્વીકાર્યો હતો અને વર્ષ 2009 થી દર વર્ષે 8 જૂને ‘વિશ્વ મહાસાગર દિવસ’ ઉજવવા અંગે જાહેરાત કરી હતી.

See also  Gyan Setu Merit Scholarship 2024 | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના Download Here

· આ અંતર્ગત પ્રથમ વખત વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી 8 જૂન, 2009 ના રોજ કરવામાં આવી હતી.

· આ દિવસની ઉજવણી કરવા માટેની રજૂઆત 8 જૂન, 1992ના રોજ બ્રાઝિલના રિઓ દ’ જાનેરો શહેર ખાતે મળેલ પૃથ્વી સંમેલન (Earth Summit) દરમિયાન કેનેડા દ્વારા કરવામાં આવી હતી.

12 જૂન: વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ (World Day Against Child labour)

· ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) દ્વારા બાળમજૂરી વિશે જાગૃતિ ફેલાવવા તેમજ તેને અટકાવવા માટે વર્ષ 2002થી દર વર્ષે 12 જૂને ‘વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

· સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2021 ને ‘International year for the Elimination of child labour’ તરીકે ઉજવવામાં આવ્યું હતું.

· સૌપ્રથમ વખત આ દિવસની ઉજવણી 12 જૂન, 2002 ના રોજ કરવામાં આવી હતી.

· વિશ્વની લગભગ અડધા ભાગની બાળમજૂરી એકલા આફ્રિકામાં જ જોવા મળે છે.

14 જૂન દિનવિશેષ: વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day)

· રક્તદાનના મહત્ત્વ અંગે જાગરૂકતા ફેલાવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર માનવા તથા તેઓની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 14 જૂને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રક્તદાતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.

· થીમ : “Donating blood is an act of solidarity. join the effort and save lives’

17 જૂન દિનવિશેષ: રણ અને દુષ્કાળ સામે લડવાનો વિશ્વ દિવસ (World Day to Combat Desertification and Drought)

· સંયુકત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 17 જૂનના રોજ ‘રણ અને દુષ્કાળ સામે લડવાના વિશ્વ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.

· રણના ફેલાવાને અટકાવી પૃથ્વીને બચાવવા સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

· વર્ષ 2022માં આ દિવસની ઉજવણી – ‘Rising up from drought together’ ની થીમ અંતર્ગત કરવામાં આવી હતી.

· સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી 17 જૂન, 1995 ના રોજ કરવામાં આવી હતી.

· વર્ષ 2022માં આ દિવસની વૈશ્વિક ઉજવણીનું આયોજન સ્પેનના મેડ્રિડ ખાતે કરવામાં આવ્યું છે.

18 જૂન દિનવિશેષ: હેટ સ્પીચનો સામનો કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for countering Hate Speech)

· સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌપ્રથમ વખત 18 જૂન, 2022 ના રોજ આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.

18 જૂન: ગોવા ક્રાંતિ દિવસ (Goa Revolution Day)

· 18 જૂનને દર વર્ષે ‘ગોવા ક્રાંતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

· 18 જૂન, 1946ના રોજ ડૉ. રામમનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝો સામે અવાજ ઉઠાવવા પ્રેરણા આપી હતી.

See also  Bhagavan Ram Alphabet For DP- Download Alphabet DP

· આમ, 18 જૂનના દિવસને ગોવાના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો વડે લખવામાં આવેલ છે.

· ગોવાની મુક્તિ માટે પોર્ટુગીઝો સામે લાંબા સમય સુધી ચળવળ ચાલી હતી.

· અને અંતે 19 ડિસેમ્બર, 1961ના રોજ ભારતીય સેનાએ ગોવા પર આક્રમણ કરી આ વિસ્તારને પોર્ટુગીઝ આધિપત્યમાંથી મુક્ત કરાવ્યું હતું અને ગોવાને ભારતમાં સામેલ કરવામાં આવ્યું હતું.

20 જૂન દિનવિશેષ: વિશ્વ શરણાર્થી દિવસ (World Refugee Day)

· દુનિયાભરના શરણાર્થીઓને સન્માનિત કરવા તેમજ યુદ્ધ, શોષણ, રાજનીતિક અનિશ્ચિતતા અને હિંસાના કારણે વિસ્થાપિત થયેલા લોકો પ્રત્યે જાગરૂકતા અને સંવેદનશીલતા જગાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા દર વર્ષે ‘વિશ્વ શરણાર્થી દિવસ’ (World Refugee Day)ની ઉજવણી કરવામાં આવે છે.

20 જૂન: પૃષ્ઠ ભૂમિ

· આ દિવસની સૌપ્રથમ વખત ઉજવણી 20 જૂન, 2021ના રોજ કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ 1951 રેફ્યુજી ક્ન્વેન્શન અંતર્ગત ‘શરણાર્થી’ ની વ્યાખ્યા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલ છે. શરણાર્થીઓને સુરક્ષિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1967માં પ્રોટોકોલ ઘડવામાં આવ્યો હતો.

23 જૂન દિનવિશેષ: સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day)

· દુનિયાભરમાં વસતા સમુદાયો માટે સાર્વજનિક સેવાઓના મૂલ્યો અને ગુણોને ઓળખવા માટે દર વર્ષે 23 જૂને સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ‘સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

· આ દિવસ વિકાસની પ્રક્રિયામાં સાર્વજનિક સેવાના યોગદાન પર પણ પ્રકાશ પાડે છે.

· વર્ષ 2022ના આ દિવસની થીમ – ‘Building back better from Covid-19 – Enhancing Innovative Partnerships to meet the Sustainable Development Goals’ છે.

· આ દિવસે દર વર્ષે યુએન ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC) દ્વારા યુનાઈટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ્ સ (UNPSA) એનાયત કરવામાં આવે છે.

· ઓડિશાની ‘મો બસ’ને UNPSA 2022 એવોર્ડ આપવામાં આવ્યો છે.

· વિશેષ : ભારતમાં દર વર્ષે 21 એપ્રિલે ‘Civil Services Day’ની ઉજવણી કરવામાં આવે છે.

23 જૂન: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day)

· રમતો અને તેનાં લીધે પ્રાપ્ત થતાં આરોગ્યને ધ્યાને લઈ સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિક ચળવળને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 23 જૂનનાં રોજ ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

· પ્રાચીન ઓલિમ્પિક ગેમ્સને પુનર્જિવિત કરવા પ્રયાસોના ભાગરૂપે 23 જૂન, 1894ના રોજ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ની રચના પેરિસ ખાતે કરવામાં આવી હતી.

· IOCની રચનામાં ફ્રાંસના પિઅરે દે કુબર્ટિનનો સિંહફાળો હતો.

· આથી જ, પિઅરે દે કુબર્ટિનને ‘આધુનિક ઓલિમ્પિકનાં પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

· વર્ષ 2022ના “આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની થીમ – ‘Together, for a Peaceful World’ છે.

· વિશેષ : પ્રથમ ઓલિમ્પિકનું આયોજન 6 એપ્રિલ, 1896 થી 15 એપ્રિલ, 1896 દરમિયાન ગ્રીસની રાજધાની એથેન્સ ખાતે કરવામાં આવ્યું હતું.

25 જૂન દિનવિશેષ: વિશ્વ પાંડુરોગ દિવસ (World Vitiligo Day)

· વિશ્વમાં પાંડુરોગ પ્રત્યે જાગરૂકતા વધારવા માટે દર વર્ષે 25 જૂનનાં રોજ ‘વિશ્વ પાંડુરોગ દિવસ’ (World Vitiligo Day)ની ઉજવણી કરવામાં આવે છે. પાંડુરોગ એ એક ચામડીનો રોગ છે. વિશ્વની લગભગ 1-2 ટકા વસતી આ દુર્લભ રોગથી પીડાઇ રહી છે. પાંડુરોગ મુખ્યત્ત્વે ચામડીમાં ‘મેલેનીન’ની અછતના કારણે થાય છે.

· વર્ષ 2022ના ‘વિશ્વ પાંડુરોગ દિવસ’ની થીમ ‘Learning to live with Vitiligo’ છે.

· સૌપ્રથમ વખત આ દિવસની ઉજવણી વર્ષ 2011માં થઇ હતી. પાંડુરોગમાં મેલેનીનનું પ્રમાણ ઘટે છે અને ચામડીનો રંગ સફેદ લાગે છે.

29 જૂન દિનવિશેષ: રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ (National Statistics Day)

· રોજિંદા જીવનમાં આંકડાઓના ઉપયોગને લોકપ્રિય બનાવવા માટે દર વર્ષે 29 જૂનના રોજ ‘રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ’ (National Statistics Day)ની ઉજવણી કરવામાં આવે છે.

· ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસની ઉજવણી પ્રોફેસર પી.સી. મહાલનોબિસના જન્મદિવસે કરવામાં આવે છે. વર્ષ 2007થી કેન્દ્ર સરકાર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

· વિશેષ : ‘વિશ્વ આંકડા દિવસ’ની ઉજવણી ‘20 ઓક્ટોબર’ના રોજ કરવામાં આવે છે.

3 thoughts on “Dinvishesh in June Gujarati pdf | જૂન મહિનાના દિનવિશેષ | જૂનના મહત્વના દિવસો 2023”

Leave a Comment