Dinvishesh in April Gujarati pdf | એપ્રિલ મહિનાના દિનવિશેષ | એપ્રિલના મહત્વના દિવસો 2023

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Dinvishesh in April Gujarati pdf | એપ્રિલ મહિનાના દિનવિશેષ | એપ્રિલના મહત્વના દિવસો 2023: ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. ગુજરાત શિક્ષણ પદ્ધતિ પણ દેશમાં અગ્રેશર છે. ગુજરાતમાં ઘણી સરકારી શાળાઓ આવેલ છે. આ સરકારી શાળાઓમાં ઘણા બાળકો અભ્યાસ કરે છે.

Table of Contents

Dinvishesh in April Gujarati pdf | એપ્રિલ મહિનાના દિનવિશેષ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના વિકાસ અને ગતિશીલતા માટે વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતની સરકારી શાળાના બાળકો શિક્ષણમાં ખુબ આગળ છે. રાજ્યમાં પરંપરાગત સંસ્કૃત શિક્ષણનું મૂલ્ય વધે અને પ્રાચીન સમયથી ચાલી આવતી ભારતીય સંસ્કૃત ભાષાની મૌલીકતા અને અસ્તિત્વ જળવાઇ રહે તે હેતુથી ગુજરાત સરકારશ્રીએ “સસ્કૃત ભાષાનો વિકાસ” કાર્યક્રમ અમલમાં મૂક્યો છે અને રાજ્યમાં સંસ્કૃત  શિક્ષણનો વિકાસ થાય તે માટે રાજ્યમાં સંસ્કૃત  પાઠશાળાઓ શરૂ કરી છે અને આ સંસ્કૃત પાઠશાળાઓ થકી ભારતીય સંસ્કૃતી અને પ્રાચીન શાસ્ત્રીય પધ્ધતિથી વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા શીખવી સંસ્કૃત ભાષાનો અમૂલ્ય વારસો જાળવી રાખવાનો ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Dinvishesh in April | એપ્રિલ દિનવિશેષ

  • 4 એપ્રિલ – સાગર દિવસ
  • 5 એપ્રિલ – નેશનલ મેરિટાઇમ દિવસ
  • 5 એપ્રિલ – સમતા દિવસ
  • 7 એપ્રિલ – વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
  • 8 એપ્રિલ – વાયુ સેના દિવસ
  • 10 એપ્રિલ – જળ સંસાધન દિવસ, કેન્સર દિવસ
  • 10 એપ્રિલ – રેલ્વે સપ્તાહ
  • 11 એપ્રિલ – રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ, કસ્તુરબા ગાંધી જન્મદિવસ
  • 12 એપ્રિલ – વિશ્વ વિમાનીકી, અંતરિક્ષ યાત્રી દિવસ
  • 13 એપ્રિલ – જલિયાવાલા બાગ હત્યાકાંડ
  • 14 એપ્રિલ – ડૉ. આંબેડકર જન્મજયંતી
  • 14 એપ્રિલ – અગ્નિશામક સેવા દિવસ
  • 15 એપ્રિલ – હિમાચલ દિવસ
  • 17 એપ્રિલ – વિશ્વ હીમોફીલિયા દિવસ
  • 18 એપ્રિલ – વિશ્વ વારસા દિવસ
  • 22 એપ્રિલ – પૃથ્વી દિવસ
  • 23 એપ્રિલ – વિશ્વ પુસ્તક દિવસ
  • 24 એપ્રિલ – રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન
  • 30 એપ્રિલ – બાળ મજૂરી વિરોધ દિવસ
See also  સામાયિક મૂલ્યાંકન કસોટીઓ વર્ષ 2019 થી વર્ષ 2022-23 સુધી

એપ્રિલ મહિનાના દિનવિશેષ PDF: Download


January Din Vishesh in Gujarati:- Download
February Din Vishesh in Gujarati:- Download
March Din Vishesh in Gujarati:- Download
May Din Vishesh in Gujarati:- Download
June Din Vishesh in Gujarati:- Download
July Din Vishesh in Gujarati:- Download
August Din Vishesh in Gujarati:- Download
September Din Vishesh in Gujarati:- Download
October Din Vishesh in Gujarati:- Download
November Din Vishesh in Gujarati:- Download
December Din Vishesh in Gujarati:- Download

 

એપ્રિલ મહિનાના દિનવિશેષ

1 એપ્રિલ દિનવિશેષ 2023 : એપ્રિલ ફૂલ દિવસ

1 એપ્રિલ દિવસને એપ્રિલ ફૂલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .આ દિવસે મિત્રો ,સ્વજનો અને સબંધીઓને મૂર્ખ બનાવી હળવો આનંદ લેવામાં આવે છે .સામેની વ્યક્તિને એપ્રિલ ફૂલ બનાવ્યાની જાણ કરી બધા આનંદ માણે છે . આ દિવસ આમતો વિશ્વના કેટલાક દેશોમાં જ મનાવામાં આવતો હતો .પરંતુ હવે ભારતમાં પણ ખૂબ પ્રચલિત બન્યો છે .

1 એપ્રિલ 2023 :- ઓડીસા સ્થાપના દિવસ (odisha Day)

1 એપ્રિલ 1936 ના દિવસથી ઓડીસા રાજ્યની સ્થાપના કરવામાં આવી છે .બ્રિટિશ સાસન હેઠળ ભાષાવાર પ્રાંત રચના થતાં ઓડીસાની સ્થાપનાના આ દિવસને ઓડીસા માં ઉત્કલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .

2 એપ્રિલ 2023 : વિશ્વ ઓટીઝમ દિવસ (World Autism Awareness Day) 

2 એપ્રિલ દિવસને વિશ્વ ઓટીઝમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . ઓટીઝમ પ્રત્યે લોકોને જાગૃત કરવાના અને ઓટીઝમના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ પુરવકના વ્યવહાર માટે અને જાગૃતિ ફેલાવવાના હેથી વિશ્વ ઓટીઝમ દિવસ ઉજવવામાં આવે છે .ઓટીઝમ એક ચેતાતંત્રનો રોગ છે .જેમાં વ્યક્તિ પોતાના જીવન વ્યવહાર કે રુચી અરુચી પ્રત્યે વાતચીત કરી શકતો નથી 2007 ના વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ દિવસની ઉજવણી ની ઘોષણા કરવામાં આવી હતી દર વર્ષે આ દિવસ જુદી જુદી થીમ ઉપર ઉજવવામાં આવે છે .

4 એપ્રિલ 2023 : ઇન્ટર નેશનલ ખાણ દિવસ (Inter National Day Of Mine Awareness )

Important Day in April: 4 એપ્રિલના દિવસને આંતર રાષ્ટ્રીય ખાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ ખાણ જાગરુકતા અને ખાણકામ માં સહાયતા માટે 2005 થી જુદી જુદી થીમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે .

4 એપ્રિલ દિનવિશેષ 2023 :- મહાવીર જયંતિ (Mahavir Jayanti)

જૈન ધર્મ ના 24 મા તીર્થંકર ભગવાન મહાવીર ની જન્મ જયંતિ અથવા જન્મ કલ્યાણક ચિત્ર સુદ તેરસના દિવસે ધામ ધૂમથી ઉજવવામાં આવે છે . ભગવાન મહાવીર જૈન ધર્મના 24 મા અને અંતિમ તીર્થંકર છે . તેમનો જન્મ બીહારના  વૈશાલી જિલ્લાના કુંડ ગ્રામમાં એક રાજવી પરિવારમાં થયો હતો . તેમના પિતાનું નામ સિધ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી હતું . તેમણે સંસારનો ત્યાર કરી તેમણે જગતને અહિંસાનો સંદેશ આપ્યો.એપ્રિલ માસ 2023 ની ચોથી તારીખ ના રોજ મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવશે .

5  એપ્રિલ 2023 : નેશનલ મેરી ટાઈમ દિવસ ( National marry Time Day )

દિન વિશેષ કેલેન્ડર મુજબ 5 એપ્રિલ ના દિવસને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આ દિવસ 5 એપ્રિલ 1964 થી ભારતમાં રાષ્ટ્રીય મેરીટાઇમ દિવસ અર્થાત દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .  5એપ્રિલ 1964 ના રોજ કરવામાં આવેલી આંતર રાષ્ટ્રીય સફરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે .મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે .

6  એપ્રિલ દિનવિશેષ 2023 :- હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav)

ભગવાન રામના પરમ ભક્ત હનુમાન નો જન્મોત્સવ ચૈત્ર સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે .વર્ષ 2023 ના વર્ષમાં ચૈત્ર સુદ પુર્ણિમા તારીખ 6 એપ્રિલના હોઇ હનુમાન જન્મોત્સવ 6 એપ્રિલે ધામધૂમ થી ઉજવાશે .આ દિવસે લોકો હનુમાનજી મંદિરે જઇ હનુમાન જી મહારાજને સિંદુર ચઢાવી આકડાનાં પુષ્પોની માળા અર્પણ કરશે તેમજ મંદિરોમાં સુંદર કાંડ તેમજ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરશે સૌ મિત્રોને જય હનુમાન .

See also  Dinvishesh in August Gujarati pdf | ઓગષ્ટ મહિનાના દિનવિશેષ | ઓગષ્ટના મહત્વના દિવસો 2023

7 એપ્રિલ 2023 :- વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (World Heath Day )

7 એપ્રિલ નો દિવસ સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે . વિશ્વ આરોગ્ય સંસ્થા who દ્વારા આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવે છે . વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનો હેતુ યોગ્ય જીવન પધ્ધતિ અપનાવી આરોગ્ય માટે લોકોને જાગરૂક કરવાનો છે . વર્ષ 2023 ના વર્ષની થીમ છે. “હેલ્થ ફોર ઓલ” એટલે કે બધા માટે આરોગ્ય .

10 એપ્રિલ 2023 :- વિશ્વ હોમિયોપેથી દિવસ (World Homeopathy Day)

ડો .સેમ્યુયલ હૈનીમેન એક જર્મન ડોક્ટર હતા તેમણે હોમિયોપેથી આરોગ્ય ચિકિત્સા પધ્ધતિ દ્વારા લોકોના આરોગ્ય માટે કરેલા પ્રયત્નો માટે 10 એપ્રિલનો દિવસ દર વર્ષે હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે .

11 એપ્રિલ દિનવિશેષ 2023 :- રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ (National Safe Motherhood Day )

રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ 11 એપ્રિલ કસ્તુરબા ગાંધીના જન્મ દિવસે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે . સલામત માતૃત્વ દિવસની ઉજવણી થકી ગર્ભાવસ્થા દરમ્યાન થતા માતા મરણ ને અટકાવી સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરવાની નેમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે .

13  એપ્રિલ 2023 Jallianwala Bagh Massacre જલિયાવાલા બાગ નરસંહાર દિવસ

Important Day in April: 13 એપ્રિલ 1919 ના રોજ પંજાબના અમૃતસર માં રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ  ઉપર જનરલ ડાયર નામના અધિકારી એ અંગ્રેજ સૈનિકોને  ગોળીબારનો આદેશ આપી અંધાધૂંધ ગોળીબાર કરતાં કેટલાંય નિર્દોષ બાળકો મહિલાઓ અને પુરુષો મળીને સેંકડો પ્રદર્શનકારીઓ શહીદ થયાં હતા. અને કેટલાય લોકો ઘાયલ થયાં હતાં.

14  એપ્રિલ 2023  Birth Day Of Baba Saheb Ambedkar ડો. બાબા સાહેબ આંબેડકરનો જન્મ દિવસ

ભારતના બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુ નામના ગામમાં સામાન્ય મહાર કુટુંબમાં થયો હતો . તેમના પિતાનું નામ રામજી  માલોજી સકપાલ હતું . અને માતાનું નામ ભીમાબાઈ હતું તેમના પિતાજી લશ્કરમાં સૂબેદાર હતા . તેમણે શિક્ષણ ની અનેક ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી હતી . તેમણે આઝાદીની ચળવળમાં એક નેતા તરીકે અને ત્યાર બાદ ભારતના બંધારણ ઘડતરમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું .એવા ભારત માતાના મહાન સપૂત ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મ દિવસે કોટી કોટી નમન !

17  એપ્રિલ દિનવિશેષ 2023  Vishv Himofilia Divas વિશ્વ હિમોફિલિયા દિવસ

હિમોફિલિયા જનીની એટલે કે વારસા ગત રોગ છે . હિમોફિલિયા જીવલેણ રોગ . હિમોફિલિયા રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય અને આ રોગના રોગીઓ પ્રત્યે સહાનુભૂતિ માટે જાગૃતિ ફેલાવવા સમગ્ર વિશ્વ 17 એપ્રિલ દિવસને હિમોફિલિયા દિવસ તરીકે ઉજવે છે .

18 એપ્રિલ 2023 :- વિશ્વ વિરાસત દિવસ  ( World Heritage Day)

18 એપ્રિલના દિવસને યુનેસ્કો દ્વારા વિશ્વ હેરીટેઝ દિવસ એટલે કે વિશ્વ વારસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . આપણાં વિશ્વ વારસાના સ્થળો પ્રત્યે જાગરૂતા અને તેનું મહત્વ સમજાવવા તથા તેની જાળવણી કરવાના ઉદેશ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

See also  Adhyayan Nishpatti Gujarati Std 1 to 8 2023-24

21 એપ્રિલ 2023:- રાષ્ટ્રીય લોક સેવા દિવસ (National Civil Service Day )

ભારતમાં સીવીલ સેવા એટલે કે લોક સેવા માટેના દિવસની ઉજવણી 21 એપ્રિલના રોજ કરવામાં આવે છે. આ દિવસે સિવિલ સેવામાં જોડાયેલા લોકો એકસાથે મળીને તેમના વિચારોનું આદાન પ્રદાન કરે છે . પોતાના અનુભવો શેર કરી વધુ ઉત્કૃષ્ઠ કામગીરી માટે વિચાર વિમર્શ કરે છે.

22  એપ્રિલ 2023:- ઈદ-ઉલ-ફીત્ર (Eid ul Fitar)  

ઈદ-ઉલ -ફીત્ર મુસ્લિમ સમુદાયનો મહત્વનો તહેવાર છે . તે દિવસે મુસ્લિમો સમૂહમાં નમાજ અદા કરે છે . મીઠાઈઓ વહેચે છે .એક બીજાપરસ્પર મળીને શુભેચ્છાઓ પાઠવે છે .તેમજ પોતાના થી નાના ને ભેટ પણ આપે છે .

22 એપ્રિલ દિનવિશેષ 2023 : અક્ષય તૃતીયા (અખાત્રીજ ) ( Akshya Trutiya )

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને ખૂબ  મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. અક્ષય તૃતીયા વિક્રમ સંવત મુજબ વૈસાખ સુદ ત્રીજના દિવસે આવે છે. અક્ષયતૃતીયાને અખાત્રીજ પણ કહેવામા આવે છે . અખાત્રીજ નું મુહૂર્ત પણ અતિ ઉત્તમ ગણવામાં આવે છે .અક્ષયતૃતીયા નું ફળ અક્ષય છે. એટલે કે તે ક્યારેય નાશ પામતું નથી અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ શુભ  કામ કરવામાં મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી. અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતા દાનનું અનેક ઘણું ફળ મળે છે . આ વર્ષે 2023 માં 22 એપ્રિલના રોજ અક્ષયતૃતીયાનો તહેવાર આવે છે .

આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ દિવસ છે . પરશુરામ ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે . તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન પરશુરામ ની પુજા કરવામાં આવે છે .તેમજ ઠેર ઠેર પરશુરામ જયંતિ ની ઉજવણી ખૂબ ધામધૂમ થી ઉજવવામાં આવે છે . ખેડૂતો અખાત્રીજ એટલે અખાત્રીજના દિવસે ભૂમી પૂજન કરી નવા વર્ષની ખેતીની શરૂઆત કરે છે . જેને હળોતરો કહેવામાં આવે છે. નવા ધંધાની શરૂઆત વગેરે શુભ કાર્યો અખાત્રીજ થી શરૂ કરે છે . ઘરમાં લાપસી અને કંસાર જેવી વાનગી બનાવે છે . આમ અખાત્રીજનો નો દિવસ ખૂબ મહત્વનો તહેવાર છે .

22   એપ્રિલ દિનવિશેષ 2023:- વિશ્વ પૃથ્વી દિવસ ( World Earth Day )

22 એપ્રિલ નો દિવસ સમગ્ર વિશ્વમાં પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે . પૃથ્વી પર થતા પ્રદૂષણ અટકાવવા લોક ને જાગૃત કરવાના ભાવ સાથે પૃથ્વી દિવસ ની ઉજવણીની શરૂઆત પ્રથમ વાર 22 એપ્રિલ 1970 ના રોજ કરવામાં આવી હતી જેને 193 દેશોએ ઉજવણીમાં ભાગ લીધો હતો .

23   એપ્રિલ 2023 વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ (World Book and copy Right Day)

23 એપ્રિલનો દિવસ સમગ્ર વિશ્વમાં પુસ્તકો અને તેના કોપી રાઇટ અધિકારોમાટેની  જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે .

24    એપ્રિલ 2023 :- પંચાયતી રાજ દિવસ ( Panchayati Raj Divas )  

ભારતમાં સ્થાનિક કક્ષાએ વહીવટ કરવા માટે પંચાયતોની રચના કરવામાં આવી છે . આપણે ત્યાં પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય છે .ગ્રામ સ્તરે ગ્રામ પંચાયત તાલુકા સ્તરે તાલુકા પંચાયત જ્યારે જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત છે . આ માટેનો 73 મો બંધારણીય સુધારો 1993 ના 24 એપ્રિલના રોજ પસાર થયો હોઈ ભારતમાં 24 એપ્રિલના દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .

25 એપ્રિલ દિનવિશેષ 2023:- વિશ્વ મેલેરિયા દિવસ ( Vishv Meleriya Divas )  

સમગ્ર વિશ્વ માં 25 એપ્રિલનો દિવસ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . મેલેરિયા મચ્છર દ્વારા ફેલાતો રોગ છે . રોગ પ્રત્યે સજાગતા કેળવાય તેમજ  શરૂઆતનાં લક્ષણો ધ્યાનમાં રાખી સારવાર કરવામાં આવે એ ઇચ્છનીય છે .લોકોને રોગ પ્રત્યે જાગરૂક કરવાના ભાવ સાથે મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

26 એપ્રિલ 2023:- વિશ્વ બૌધ્ધિક સંપતિ દિવસ ( Vishv Baudhik sanpati Divas)

26 એપ્રિલના દિવસને બૌધિક સંપતિ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે 26 એપ્રિલ 1970 ના રોજ વિશ્વ બૌધિક સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી . આ દિવસની ઉજવણી કરીને બૌધિક સંપદા પ્રત્યે લોકોને જાગૃત કરવાનો ઉદ્દેશ છે .

29 એપ્રિલ 2023  આંતર રાષ્ટ્રીય નૃત્ય દિવસ (Antar Rashtriya Nrutya Divas)

આંતર રાષ્ટ્રીય નૃત્ય પરિષદ દ્વારા તેમજ યુનેસ્કોના સહયોગ થી અને અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના જુદાં જુદાં નૃત્યો માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે .

29  એપ્રિલ દિનવિશેષ 2023:- વિશ્વ પશુ ચિકિત્સા દિવસ (Vishv Pashu Chikitsa Divas)

દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે પશુ ચિકિત્સકો દ્વારા અબોલ જીવોની ચિકિત્સા ને પુરુસ્કાર આપી સન્માનીત કરવામાં આવે છે . આમ પશુઓ પ્રત્યે જાગરૂત્તા ફેલાવવાના ભાવ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે .

30 એપ્રિલ 2023:- આયુષમાન ભારત દિવસ ( Ayushman Bharat Divas)

આયુષમાન ભારત દિવસ 30  એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે .  આયુષમાન ભારત યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2018 ના બજેટમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનાને ABY પણ કહેવામાં આવે છે .આ યોજના અંતર્ગત દેશના 10 કરોડ પરિવારોને રૂપિયા 5 લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડી તેમના આરોગ્ય માટેની ભારતની મહત્વની યોજના છે . જેમાં 1 લાખ આરોગ્ય અને વેલનેસ સેન્ટર ખોલવાનું પણ લક્ષ પૂરું પાડવામાં આવ્યું છે .

1 thought on “Dinvishesh in April Gujarati pdf | એપ્રિલ મહિનાના દિનવિશેષ | એપ્રિલના મહત્વના દિવસો 2023”

Leave a Comment