વાર્તાનો વડલો: નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

4.6/5 - (13 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

વાર્તાનો વડલો: નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત: પરિપત્ર નં.૮૨ તા.૧૨-૧૧-૨૦૨૨
ફકત મ્યુનિ. શાળાઓ માટે જ :-

સંદર્ભ :- જીસીઇઆરટી વાર્તા સ્પર્ધા ૨૦૨૨ ૩૨૦૯૧-૩૨૧૭૫ તા.૧૩-૧૦-૨૦૨૨

આથી તમામ મ્યુનિ. શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, તા.૧૫ નવેમ્બરને પ્રતિ વર્ષ ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેના અનુસંધાને જી.સી.ઇ.આર.ટી. દ્વારા બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે તા.૧૫-૧૧- ૨૦૨૨ના રોજ શાળા કક્ષાએ વાર્તા સ્પર્ધાનું આયોજન કરવાનું જણાવવામાં આવે છે.

જી.સી.ઇ.આર.ટી.ના સંદર્ભ મુજબનો પત્ર સામેલ છે. જેનું ચુસ્ત પાલન કરીને કાર્યક્રમ કરવો. ચૂંટણી આચારસંહિતાનું ચુસ્ત પાલન કરવું.

વાર્તાનો વડલો: નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

૧. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ જશભ/૧૨૨૦૨૧/સીંફા-૧૧/ન તા. ૩૧/૦૧/૨૦૨૨
ર. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ જશભ/૧૨૨૦૨૨/૧૦૪/ન તા. ૫/૮/૨૦૨૨ શ્રીમાન,

ઉપર્યુકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પ્રકરણ- ૪ (શાળાઓમાં અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર)નાં મુદ્દા નંબર-૪.૬ મુજબ “વાર્તાકથન આધારિત શિક્ષણશાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણશાસ્ત્ર તરીકે જોવામાં આવશે.” જે શિક્ષણમાં વાર્તાને મહત્વનું સ્થાન આપવાની ભલામણ દર્શાવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના પ્રકરણ ૨ અને ૪ માં દર્શાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યોમાં નિપુણતા મેળવે તે માટે ભારત સરકાર દ્વારા *NIPUN Bharat Mission‘ નો દેશવ્યાપી અમલ શરૂ થયો છે. આ મિશન અંતર્ગત નિયત થયેલ અધ્યયન નિષ્પત્તિઓ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પણ વાર્તાઓના મહત્વનો સ્વીકાર થયો છે. બીજું કે ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ ને ‘બાળવાર્તા વર્ષ’ તરીકે અને ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ૧૫ નવેમ્બરને પ્રતિવર્ષ ‘બાળવાર્તા દિન’ તરીકે ઊજવવાનું ઠરાવવામાં આવેલ છે. આ અંતર્ગત ચાલુ વર્ષે જીસીઈઆરટી દ્વારા બાળવાર્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

See also  PARINAM APP : પરિણામ એપ્લિકેશન

varta no vadlo

સદર વાર્તા કાર્યક્રમના ભાગરૂપે વાર્તા કથન અને વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન દરેક શાળાકક્ષાથી શરૂ કરી કરી જિલ્લા કક્ષા સુધી તેનું આયોજન કરવાનું રહેશે. આ માટે ડાયેટ, પ્રાચાર્ય, ડીપીઇઓ, શાસનાધિકારીએ સંકલનથી કાર્ય કરવાનું રહેશે.

નીચેની સૂચનાઓ અને સામેલ સ્પર્ધાના સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે.

1) રાજ્યમાં આવેલ તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વાર્તાસ્પર્ધાનું આયોજન ફરજિયાત કરવાનું રહેશે.

2) આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે.

3) શાળા કક્ષાની સ્પર્ધા : ૧૫ નવેમ્બરના દિવસે દરેક શાળામાં વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી કક્ષાએ મોકલવાની રહેશે.

4) ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા : ક્લસ્ટર કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી સી.આર.સી. કોર્ડિનેટરે યાદી પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે. દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી તાલુકા (બી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે અત્રેથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ નથી.

5) તાલુકા કક્ષાની સ્પર્ધા : તાલુકા કક્ષાએ ક્લસ્ટરમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી. કો.ઓ સાથે રહી કરશે.

6) જિલ્લા કક્ષાની સ્પર્ધા : જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષામાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાએ મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની રહેશે.

See also  GSSSB Sub Accountant / Accountant Recruitment 2023 for 700+ posts

7) નિપુણ ભારત અંતર્ગત યોજવાની થતી બાળવાર્તા સ્પર્ધાઓ માટે સ્પર્ધા દીઠ નીચે મુજબ ઇનામ આપવાના રહેશે.

8) દરેક સ્પર્ધાના આયોજન માટે સ્પર્ધાદીઠ નીચે મુજબના ખર્ચની જોગવાઇ કરવાની થશે.

9) જિલ્લા કક્ષા અને બી.આર.સી. કક્ષાની સ્પર્ધા માટે ડાયટ મારફતે ગ્રાંટનું વિતરણ કરવાનું રહેશે. સમગ્ર વાર્તા કાર્યક્રમ અને વાર્તાસ્પર્ધાનું આયોજન ડાયેટ કક્ષાએ ડી.આર.યુ. શાખા અંતર્ગત કરવાનો રહેશે.

10) આયોજન માટેનો સમયગાળો:

  • વાર્તા કથન અને વાર્તા લેખન એમ બંને સ્પર્ધાઓ એક જ દિવસે આયોજિત કરવાની રહેશે.

  • ઉપર જણાવેલ સમય આયોજન મુજબ ૧૫ નવેમ્બર થી ૩૦ નવેમ્બર, ૨૦૨૨ સુધીમાં શાળા થી જિલ્લા કક્ષા સુધીની સ્પર્ધા પૂર્ણ કરવાની રહેશે. તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકોની એન્ટ્રી રાજ્યકક્ષાએ મોકલવાની રહેશે.
  • સ્પર્ધાના આયોજન માટે જીસીઇઆરટી દ્વારા આપવામાં આવેલ સમય આયોજનનું ચુસ્તરીતે પાલન કરવાનું રહેશે.

11) આ ઉપરાંત સદર વાર્તાસ્પર્ધા માટે પ્રત્યેક તબક્કે મૂલ્યાંકન સમિતિની રચના કરવાની રહેશે. મૂલ્યાંકન સમિતિના સભ્યોની પસંદગી માટે નીચે મુજબની બાબતો ધ્યાને લેવાની રહેશે.

12) તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, શાસનાધિકારીશ્રીઓ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓએ આ સ્પર્ધાઓને સફળ બનાવવા જિલ્લા કક્ષાએ કરવાની થતી કામગીરી પરસ્પર સંકલનમાં રહીને કરવાની રહેશે.

સામાન્ય સૂચનાઓઃ varta no vadlo

(1) નિપુણ ભારત અંતર્ગત યોજાનાર વાર્તા સ્પર્ધામાં રાજ્યની સરકારી, આદર્શ નિવાસી શાળા, આશ્રમશાળા, કે.જી.બી.વી, વગેરે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

(2) શાળા કક્ષાએથી લઇને સી.આર.સી. કક્ષાએ, બી.આર.સી. કક્ષાએ, જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓની સંખ્યાનું પત્રક નિભાવવાનું રહેશે. ભાગ લેનાર

(3) કાર્યક્રમ અંગેનો અહેવાલ તૈયાર કરવાનો રહેશે.

(4) વાર્તા સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ મૌખિક અને સર્જનશક્તિ કૌશલ્યો વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાવવાનો ઇરાદો નથી. સ્પર્ધાની જુદા જુદા ક્ષેત્રમાં વહેંચણી થયેલ હોઇ ( શાળા, ક્લસ્ટર, તાલુકા, જિલ્લા, રાજય) આગળના તબક્કામાં સ્પર્ધકને મોકલી આપવા પુરતું વિદ્યાર્થીને ક્રમ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સ્પર્ધા અને આયોજનના સુચારું સંચાલન માટે આયોજકનો નિર્ણય આખરી ગણાશે અને તે દરેક સ્પર્ધકને બંધનકર્તા રહેશે.

  • વાર્તાકથન સ્પર્ધા (ધોરણ ૧ થી ૫) (બે વિભાગમાં)
See also  GPSSB Live Stock Inspector Recruitment 2022

જરૂરી સૂચનાઓ varta no vadlo

(1) વાર્તાકથન માટે કોઈપણ બાળવાર્તા રજૂ કરવાની રહેશે.

(2) સ્પર્ધકને કોલ આપ્યા બાદ ૨ મિનિટમાં રજૂઆત માટે ઉપસ્થિત થશે નહીં તો તે સ્પર્ધા માટે ગેરલાયક ઠરશે જે અંગેનો આયોજકોનો નિર્ણય આખરી ગણાશે.

(૩) સ્પર્ધાનો સમયગાળો વિદ્યાર્થીદીઠ મહત્તમ ૫ મિનિટનો રહેશે.

(4) નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.

સૂચિત ગુણાંકન પત્રક (વાર્તા કથન)

  • વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધા (ધોરણ ૬ થી ૮)

જરૂરી સૂચનાઓ varta no vadlo

(1) વાર્તાલેખન માટે પાંચ શબ્દો આપવામાં આવશે. આ પાંચ શબ્દો કોઈ પાત્રો, સ્થળ, પરિસ્થિતિનો નિર્દેશ કરતા હોય તેવા હોઈ શકે. જેમકેઃ રાજા, વાંદરો, પોપટ, બજાર, વરસાદ… આવા પાંચ શબ્દોના ત્રણ શબ્દ જૂથ આપવામાં આવશે. જેમાથી કોઈ એક શબ્દજૂથ પસંદ કરી, વાર્તા બનાવીને લેખન કરવાનું રહેશે.

(2) આ શબ્દો સ્પર્ધાના સમયે જ સ્પર્ધકોને બોર્ડ પર લખી આપવામાં આવશે. તેનો ઉપયોગ કરીને સ્પર્ધકે પોતાની રીતે ઓછામાં ઓછા પંદર વાક્યોની વાર્તા બનાવવાની રહેશે.

(3) વાર્તા નિર્માણ અને લેખન માટે મહત્તમ ૨૦ મિનિટનો સમય આપવાનો રહેશે.

(4) આ માટે સ્પર્ધકોને સપ્લીમેન્ટરી સ્પર્ધાના સ્થળેથી આયોજક તરફથી આપવામાં આવશે.

(5) કાળી અથવા વાદળી પેનથી વાર્તાલેખન કરવાનું રહેશે. જે સ્પર્ધકે લઈને આવવાનું રહેશે.

(6) શાળા કક્ષાની વાર્તા લેખન સ્પર્ધા માટેના પાંચ શબ્દો મુખ્યશિક્ષક અને ભાષાના શિક્ષક દ્વારા મળીને – આપવાના રહેશે.

(7) સી.આર.સી. કક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના પાંચ શબ્દો સી.આર.સી. અને પે સેન્ટર શાળાના આચાર્ય અને ક્લસ્ટરના બે અનુભવી અને નિષ્ણાત ભાષાશિક્ષક દ્વારા મળીને આપવાના રહેશે. આ ત્રણ શબ્દજૂથો સ્પર્ધાના દિવસે નક્કી કરવાના રહેશે.

(8) બી.આર.સી. કક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના શબ્દો સ્પર્ધાના દિવસે જિલ્લા (ડાયેટ) કક્ષાએથી આપવાના આવશે.

(9) જિલ્લાકક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના શબ્દો સ્પર્ધાના દિવસે રાજ્ય (જીસીઈઆરટી ) કક્ષાએથી આપવાના આવશે.

(10) નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.

સૂચિત ગુણાંકન પત્રક (વાર્તાલેખન)


વાર્તાનો વડલો Book PDF: Download

વાર્તાનો વડલો 2 Book PDF: Download

એન્ટ્રી ફોર્મનો નમૂનો: Download

નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮ માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત: Click Here

Leave a Comment