Biporjoy cyclone Live Tracker 2023: ગુજરાતથી આટલા કિમી દુર વાવાઝોડુ

4.1/5 - (59 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Biporjoy cyclone Live Tracker: બિપોરજોય ચક્રવાત હવે 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ગંભીર ચક્રવાત પ્રણાલીમાં મજબૂત બન્યું છે. આગામી 12 કલાકમાં આ ચક્રવાતી પ્રણાલી વધુ મજબૂત બનીને અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

Table of Contents

Biporjoy cyclone Live Tracker 

વાવાઝોડુ હાલ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જે આગળના બે દિવસ ઉત્તર અને થોડું ઉતરપશ્ચિમ તરફ ગતિ કરવાની શકયતા છે. ત્યાર બાદ ની સ્થિતિ ખાસ જોવાની રહેશે કે ડાયકેરક્ટ ઉતરપશ્ચિમ તરફ ટર્ન કરી ઓમાન સાઈડ જાય છે કે સતત ઉત્તર થી ઉતરપશ્ચિમ તરફ ગતિ કરી વધુ ઉપર આવે તે જોવુ ખાસ મહત્વનુ બની રહેશે.

જો સીધું ટર્ન લઈ ઓમાન બાજુ ફંટાઈ જશે તો ગુજરાત પર કોઈ અસરો નહિ થાય. વગર વરસાદે નહાઈ નાખવા જેવું થશે પરંતુ જો સીધુ ઉત્તર તરફ ગતિ કરે તો વરસાદ ગુજરાતમા વિવિધ જિલ્લાઓમા વરસાદ થઈ શકે છે.. હવે એ જોવુ ખાસ અગત્યનુ રહેશે કે બિપરજોય વાવાઝોડુ ક ઈ દિશા તરફ આગળ વધે છે.


BIPORJOY વાવાઝોડા થી અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં રોકડમાં સહાય આપવા બાબત 


વાવાઝોડા દરમિયાન મોબાઈલ નેટવર્ક જતું રહેશે તો શું કરશો?

અન્ય ઓપરેટરનું નેટવર્ક વાપરવા માટે મોબાઇલમા નીચે મુજબનું સેટિંગ કરો:

  • મોબાઈલ સેટિંગ > સિમ કાર્ડ > મોબાઈલ નેટવર્કને મેન્યુલી પસંદ કરો,
  • આ સુવિધા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ અને મોરબી જીલ્લામાં ઉપલબ્ધ રહેશે.
  • આ સુવિધા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ અને મોરબી જીલ્લામાં 17 જૂન 2023 સુધી ઉપલબ્ધ રહેશે.

 

દરિયાકિનારે આગામી ત્રણ દિવસમાં 125 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે ફંકાશે પવન

ગુજરાતના દરિયાકાંઠે કચ્છમા બિપરજોય વાવાઝોડું ટકરાયું છે. કચ્છના જખૌમાં વાવાઝોડાનો સૌથી ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો છે. હાલ જે ખબર મળી રહી છે તે પ્રમાણે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં, નખત્રાણામાં, ભચાઉમાં, અંજારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

See also  Uniform Civil Code 2023: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટ્લે શું?

હાલ કચ્છના જખૌ મા ખુબ જ તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. પવનની ઝડપ અંદાજીત 120-130 કીમી ની હોઇ શકે છે. વિડીયોમા જોઇ શકાય છે કે વાવાઝોડુ કેટલી તેજ ગતિએ વિનાશ કરી રહ્યુ છે.

 

દ્વારકામા વાવાઝોડાની અસર

દ્વારકામા પણ બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમા તેજ ગતિએ પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પણ પડયો હતો. તેવા મા દ્વારકામા પણ 70-80 ની ઝડપે પવન ફૂંકાયો હતો. આ વિડીયોમા દ્વારકામા ભારે પવનથી થયેલ નુકશાન જોઇ શકાય છે.

અમરેલીમા પવન સાથે વરસાદ

માંડવી મા બિપોરજોય ની અસર

 

Biporjoy live tracking map  | વાવાઝોડું live map 2023

 

જિલ્લાવાઇઝ કંટ્રોલ રૂમ નંબર

  • અમદાવાદ કન્ટ્રોલ રુમ નંબર – 079-27560511
  • અમરેલી કન્ટ્રોલ રુમ નંબર – 02792-230735
  • આણંદ કન્ટ્રોલ રુમ નંબર – 02692-243222
  • અરવલ્લી કન્ટ્રોલ રુમ નંબર – 02774-250221
  • બનાસકાંઠા કન્ટ્રોલ રુમ નંબર – 02742-250627
  • ભરૂચ કન્ટ્રોલ રુમ નંબર – 02642-242300
  • ભાવનગર કન્ટ્રોલ રુમ નંબર – 0278-2521554/55
  • બોટાદ કન્ટ્રોલ રુમ નંબર – 02849-271340/41
  • છોટાઉદેપુર કન્ટ્રોલ રુમ નંબર – 02669-233012/21
  • દાહોદ કન્ટ્રોલ રુમ નંબર – 02673-239123
  • ડાંગ કન્ટ્રોલ રુમ નંબર – 02631-220347
  • દેવભૂમિ દ્વારકા કન્ટ્રોલ રુમ નંબર – 02833-232183, 232125, 232084
  • ગાંધીનગર કન્ટ્રોલ રુમ નંબર – 079-23256639
  • ગીર સોમનાથ કન્ટ્રોલ રુમ નંબર – 02876-240063
  • જામનગર કન્ટ્રોલ રુમ નંબર – 0288-2553404
  • જૂનાગઢ કન્ટ્રોલ રુમ નંબર – 0285-2633446/2633448
  • ખેડા કન્ટ્રોલ રુમ નંબર – 0268-2553356
  • કચ્છ કન્ટ્રોલ રુમ નંબર – 02832-250923
  • મહીસાગર કન્ટ્રોલ રુમ નંબર – 02674-252300
  • મહેસાણા કન્ટ્રોલ રુમ નંબર – 02762-222220/222299
  • મોરબી કન્ટ્રોલ રુમ નંબર – 02822-243300
  • નર્મદા કન્ટ્રોલ રુમ નંબર – 02640-224001
  • નવસારી કન્ટ્રોલ રુમ નંબર – 02637-259401
  • પંચમહાલ કન્ટ્રોલ રુમ નંબર – 02672-242536
  • પાટણ કન્ટ્રોલ રુમ નંબર – 02766-224830
  • પોરબંદર કન્ટ્રોલ રુમ નંબર – 0286-2220800/801
  • રાજકોટ કન્ટ્રોલ રુમ નંબર – 0281-2471573
  • સાબરકાંઠા કન્ટ્રોલ રુમ નંબર – 02772-249039
  • સુરેન્દ્રનગર કન્ટ્રોલ રુમ નંબર – 02752-283400
  • સુરત કન્ટ્રોલ રુમ નંબર – 0261-2663200
  • તાપી કન્ટ્રોલ રુમ નંબર – 02626-224460
  • વડોદરા કન્ટ્રોલ રુમ નંબર – 0265-2427592
  • વલસાડ કન્ટ્રોલ રુમ નંબર – 02632-243238
See also  Karnataka Election Results 2023

બિપરજોય વાવાઝોડામાં શું કરવુ ? શું ન કરવુ ? વાવાઝોડા દરમિયાન તકેદારીના શું પગલા લેવા ?


વાવાઝોડાની તારીખવાઈઝ કેવી અસર થશે ?

14 જૂન પવનની આગાહિ

૧૪ જૂન ના રોજ ઓરેંજ ઝોનમા કચ્છ,દેવભુમિ દ્વારકા,જામનગર,મોરબી,પોરબંદર,રાજકોટ,જુનાગઢ,અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 65-75 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.

જ્યારે યલ્લો ઝોનમા સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,આણંદ અને અમદાવાદ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 50-70 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

વાવાઝોડુ આગાહિ 14 જૂન 2023

 

15 જૂન પવનની આગાહિ

૧૫ જૂન ના રોજ વાવાઝોડુ ત્રાટકવાની ખાસ આગાહિ કરવામા આવી છે. જેમા કચ્છ,જામનગર અને દેવભુમિ દ્વારકામા રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. જ્યા 125-135 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

જ્યારે ઓરેંજ ઝોનમા પોરબંદર અને રાજકોટ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 80-100 કીમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

તો યલ્લો ઝોનમા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે જ્યા 60-80 કીમી ને એઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.

જ્યારે પર્પલ ઝોનમા સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,આણંદ અને અમદાવાદ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 50-60 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.

વાવાઝોડુ આગાહિ 15 જૂન 2023

16 જૂન પવનની આગાહિ

16 જૂનના રોજ પાટણ,બનાસકાંઠા,મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 45-55 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.

વાવાઝોડુ આગાહિ 16 જૂન 2023

ગુજરાતમાં Biporjoy cyclone ની અપડેટ: વાવાઝોડુ ક્યા અને ક્યારે ટકરાશે ?

બિપોરજોય વાવાઝોડાના ટ્રેક પર જોઇએ તો આ વાવાઝોડું 14 મીએ પૂર્વ તરફ ગતિ કરશે તેઉ લાગી રહ્યુ છે. વાવાઝોડું 14મી તારીખના સવારના 6 વાગ્યાથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ અને પાકિસ્તાનને અસર કરશે તેવી આગાહિ કરવામા આવી રહિ છે.. જેમાં વાવાઝોડાની આંખ કચ્છ પર ટકરાવાની શક્યતાઓ દેખાઇ રહિ છે.

  • આ વાવાઝોડાની સ્થિતિને લક્ષમા રાખી તમામ બીચ પર્યટ્કો માટે બંધ કરવામા આવ્યા છે.
  • માછીમારોને દરિયામા જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.
  • પોરબંદરના દરિયાકિનારે ભયજનક 9 નંબરનુ સિગ્નલ લગાવવામા આવ્યુ છે.
  • 14મી તારીખની સાંજથી 15મી તારીખના સાંજના 6 વાગ્યાનો સમય ગુજરાત માટે ઘાત સમાન રહેવાની સંભાવનાઓ છે. જેમાં 15મીની સવાર બાદ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ કરે તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. આ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમા વાવાઝોડા સાથે ભારે તોફાની પવન અને વરસાદ થવાની શક્યતાઓ છે.
See also  Godhra Movie Teaser | અકસ્માત કે કાવતરું, સત્તાવાર ટીઝર બહાર 2023

તંત્રની તૈયારીઓ

જાન-માલનું નુકસાન રોકવા માટે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં વહિવટી તંત્ર તરફથી જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમોને દરિયાકાંઠાના જિલ્લાઓમા તૈનાત કરીને મહત્વની જવાબદારીઔ સોંપવામાં આવી છે. આ સાથે કેટલીક ટીમોને સ્ટેન્ડબાય પણ રાખી છે. લોકોને આશ્રય આપવા માટે તંત્ર તરફથી આશ્રસ્થાનો તૈયાર કરવામા આવ્યા છે. જેથી જાનહાનિ રોકી શકાય. તમામ કર્મચારીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા આદેશ આપવામા આવ્યા છે.


જિલ્લા પ્રમાણે વરસાદની આગાહી જોવા માટે અહિ ક્લિક કરો


Biporjoy live tracking online | વાવાઝોડું લાઈવ લોકેશન 2023

Biporjoy live tracking windy your route and get to the destination of live biporjoy tracking to turn-by-turn tourist voice navigation that works also offline. Get biporjoy cyclone live tracking mumbai and start seeing the world with biporjoy cyclone live tracking zoom earth. biporjoy live tracking app windy has cyclone biporjoy live tracker and biporjoy live tracking link

 

દક્ષિણ ગુજરાતમાં Biporjoy cyclone ને લઈને અસર

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં કેટલેક અંશે બદલાવ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન કરી દીધું છે. આ અંગે સુરતના ઈન્ચાર્જ કલેક્ટરે જણાવ્યું હતું કે, વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે, જે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે.

 

24 કલાકમાં Biporjoy cyclone વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે

વાવાઝોડાની ઝડપ વધીને 140 કિમી થવાની શક્યતા છે. તેથી દરિયાઈ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. તથા માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સૂચના છે. તેમાં ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. આગામી 24 કલાકમાં વાવાઝોડુ વધુ જોર પકડી ગુજરાત તરફ આગળ વધશે. બિપરજોય વાવાઝોડું રાજ્યના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 11 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડુ ટકરાય તેવા સંકેત છે.

 

 ગુજરાતની દરિયાઈ સીમા પર Biporjoy cyclone નો ખતરો

દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં પહોંચે તેવી શક્યતાઓ છે. ગુજરાતની દરિયાઈ સીમા પર બિપોરજોયનો ખતરો છે. જેમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા પાસેથી પસાર થશે. તેમાં પોરબંદરથી વાવાઝોડુ 890 કિમી દૂર છે. ત્યારે પ્રતિ કલાક 6 કિમીની ઝડપથી બિપોરજોય વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડુ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ બિપોરજોય વાવાઝોડાથી તમામ બંદરો પર ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી

 

1 thought on “Biporjoy cyclone Live Tracker 2023: ગુજરાતથી આટલા કિમી દુર વાવાઝોડુ”

Leave a Comment