Sant Surdas Yojana: ગુજરાત સરકારે સમય દરમિયાન નવી ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી રહે છે તેમાં જમણા ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લોકો માટે સંત સુરદાસ યોજના શરૂ કરવામાં આવેલ છે. સંત સુરદાસ યોજના 2023, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
આ યોજના હેઠળ ગુજરાત સરકારે દિવ્યાંગ લોકોને આર્થિક સહાય કરવા માટે દર મહીને 600 રૂપિયા ની લાગે આપવામાં આવે છે. યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
ગુજરાત સરકાર એક ગુજરાતના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી જતી રહે છે જેમ કે નિરાધાર વૃધ્ધ સહાય યોજના ( વૃદ્ધ પેન્શન યોજના), માનવ ગરીમા યોજના, તેમજ કુવરબાઈનુ મામેરુ સહાય યોજના જેવી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જેની બધી જ માહિતી તમને આ બ્લોગ પરથી મળી જશે અથવા તમને આ માહિતી ગમે તો તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
Sant Surdaas Yojana | સંત સુરદાસ યોજના 2023
યોજનાનું નામ | સંત સુરદાસ સહાય યોજના 2022 |
ઈંગ્લીશમાં | Sant Surdaas Gujarat Sahay Yojana |
Supervised By | SJED (Social Justice & Empowerment Department of Gujarat Government) |
Launched By | ગુજરાત સરકાર (Government of Gujarat) |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકો |
દિવ્યાંગ તેની ટકાવારી | 80% કે તેનાથી વધુ |
મળવાપાત્ર લાભ | દિવ્યાંગ લોકોને દર મહીને 600/- રૂપિયા આર્થિક સહાય મળવાપાત્ર થશે. |
ઓફિસિયલ વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
Helpline Number | Click Here |
Sant Surdas Yojana નો હેતુ
Social Justice And Empowerment Department Gujarat- SJED દ્વારા તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે, દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન:સ્થાપન થાય તે હેતુથી સંત સુરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
Sant Surdas Yojana સહાયની રકમ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંત સુરદાસ યોજના સહાય ગુજરાતમાં વસતા દિવ્યાંગ લોકો માટે અને જેમની 80% કે તેનાથી વધુ હોય તેમને ગુજરાત સરકાર દ્વારા 600 રૂપિયા પ્રતિ મહિને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
સંત સુરદાસ યોજના માટેની પાત્રતા
- 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળે.
- 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે
- ગ્રામ્ય વિસ્તારમાં બીપીએલ યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવનારને લાભ મળવાપાત્ર છે.
- શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે.
- અગત્યની નોંધ:
- (સંત સુરદાસ યોજના ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવટી એલીવેશન તરફથી જે લાભાર્થીઓ BPL (બીપીએલ) ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને ‘સંત સુરદાસ યોજના’ નો લાભ મળવાપાત્ર છે.)
અગત્યની નોંધ:-
ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલેપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવટી એલીવેશન તરફથી જે લાભાર્થીઓ બી.પી.એલ (BPL) ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદીમાં સામેલ હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓને ‘સંત સુરદાસ યોજના’ નો લાભ મળવાપાત્ર છે.
Sant Surdas Yojana ની ટકાવારી મુજબ લાભ
ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર લાભ માટે દિવ્યાંગતાની ટકાવારી |
1 | અંધત્વ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
2 | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
3 | સાંભળવાની ક્ષતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
4 | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
5 | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
6 | ઓછી દ્રષ્ટી | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
7 | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
8 | બૌધ્ધિક અસમર્થતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
9 | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
10 | રકતપિત-સાજા થયેલા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
11 | દીર્ધકાલીન અનેમિયા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
12 | એસીડના હુમલાનો ભોગ બનેલા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
13 | હલન-ચલન સથેની અશકતતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
14 | સેરેબલપાલ્સી | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
15 | વામનતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
16 | માનસિક બિમાર | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
17 | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ |
80% કે તેથી વધુ દિવ્યાંગતા |
18 | ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા | 80% કે તેથી વધુ દિવ્યાંગતા |
19 | વાણી અને ભાષાની અશકતતા | 80% કે તેથી વધુ |
20 | ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ |
80% કે તેથી વધુ |
21 | બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા | 80% કે તેથી વધુ |
સંત સુરદાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- અરજી કરનાર દિવ્યાંગ વ્યક્તિ નું દિવ્યાંગતા ને ઓળખાણ પત્ર ની ઝેરોક્ષ
- જો દિવ્યાંગ વ્યક્તિને સીવીલ સર્જનનું દિવ્યાંગ પ્રમાણપત્ર
- અરજી કરનાર વ્યક્તિનો રહેઠાણનો પુરાવો ( નીચે આપેલ પૈકી ગમે તે એક)
- રેશનકાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- ચૂંટણી કાર્ડ
- ઉંમર અંગેનો પુરાવો ( નીચે આપેલ કે ગમે તે એક)
- અરજી કરનાર વ્યક્તિનું લિવિંગ સર્ટિફિકેટ
- જન્મ તારીખ નો દાખલો (Birth Certificate)
- બેંકની પાસબુકની નકલ
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
Sant Surdar Yojana Online Apply
Gujarat Yojana માટે નાગરિકોને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી Online Form ભરવાની સેવા ઉભી કરવામાં આવે છે. Application for financial assistance for disabled under Sant Surdas Yojna નો લાભ લેવા માટે Samaj Kalyan Portal પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. જે માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ Google Search Bar માં જઈને ‘e samaj kalyan portal’ ટાઈપ કરવું.
- જેમાં ઈ સમાજ કલ્યાણની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ ખોલવાની રહેશે.
- ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર નવા User હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan Citizen Login” પર Click કરીને લાભાર્થીએ પોતાનું વ્યકિતગત પેજ ખોલવાનું રહેશે.
- લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
- જેમાં Sant Surdas Yojana Online Form પર જઈને પોતાની માહિતી ભરીને અરજી સબમીટ કરવાની રહેશે.
eSamajKalyan Application Status
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ વિભાગોની ઘણી બધી યોજનાઓના Online Application કરી શકાય છે. જેમાં આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીનું સ્ટેટ્સ જાણી શકાય છે. e Samaj Kalyan Application Status ઓનલાઈન જાણવા નીચે આપેલી Direct Link પરથી જાણી શકાશે.
Important Link of Sant Surdas Yojana
Official Website | Click Here |
Director Social Defense Schemes | Click Here |
New User? Please Register Here! | Click Here |