RTE Admission- RTE Gujarat Admission Download Notification 2024

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

RTE Admission – RTE Gujarat Admission Notification 2024: RTE Admission 2024 RTE Admit card Download government will invite online applications for RTE Gujarat Admission 2021. Subsequently, all the selected students will get a 25% reservation in RTE Admission in various schools of RTE Admission 2024 RTE admission Form RTE Online school admission Form. Interested candidates can apply online for RTE Admission 2024 through the official website rtegujarat.org

Table of Contents

RTE Admission 2024 Gujarat

Article Name RTE Admission
Launched By By Gujarat State Government
Academic Year 2024
Beneficiaries Children from poor and economically challenged families of the state
Application Mode Online/Offline
Objective Providing low fees and financial benefits for education
Category Gujarat Government Schemes
Official Website https://rte.orpgujarat.com/

RTE Admission વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના:

RTE Admission 2024

પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

કેટેગરી ક્રમાંક:૯ – આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો (આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.)

આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.

તથા, રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.

RTE Admission Eligibility Criteria

To be eligible for admission to RTE, you need to follow the following eligibility criteria given below:-

  • The student should be a permanent resident of Gujarat state.
  • The student’s age must be above 5 Years and below 7 Years [2nd June 2013 to 1st June 2014].
  • Family income should not be more than-
    • Rs. 2 Lakh for SC / ST Candidates
    • Rs. 1 lakh for OBC Candidates
    • Rs. 68,000 for General Category
  • The applicant must belong to the economically weaker section of society.
See also  Gujarat GNM Admission 2023 | Application Form, Eligibility, Counseling Schedule, Dates, Result

 

RTE Admission Important Documents

If you are applying for admission in RTE then you must submit the following documents with your application form to the concerned authorities:-

Documents Valid Certificates
Address Proof Aadhaar Card / Passport / Electricity Bill / Telephone Bill / Water Bill / Driving Licence / Ration Card / Notarised Rent Agreement
Caste Certificate of Parents Mamlatdar Certificate
Birth Certificate Gram Panchayat, Nagar Palika, Maha Nagar Palika Birth Certificate / Hospital Register Certificate / Anganwadi, Balvadi Register Certificate / Parent or Guardian’s Affidavit
Photograph Recent Color Photograph (Passport size)
Parents Income Competent Officer Certificate
BPL Card Number BPL Card Number
NDNT Competent Officer Certificate
Orphan Orphanage Certificate / Guardian affidavit
Children in Need of Care and Protection Bal Suraksha Adhikari Certificate
Children belonging to Child care Institutions Bal Suraksha Adhikari Certificate
Child Labour / Children of migrating Labourers Dept. of Labour & Employment
Mentally Challenged Child Cerebral Palsy Civil Surgeon
CWSN Civil Surgeon certificate (minimum 40%)
HIV affected Children Civil Surgeon
Child Aadhaar Card / Parent’s Aadhaar Card Copy of Child’s Aadhaar Card / Copy of Parent’s Aadhaar Card
Bank Details Child or Parent’s Passbook Copy

 

Application Procedure of RTE Admission 2024

  • firstly candidates have to visit the official website of the Right To Education Department by clicking on the link given here.
  • The home page will open on your screen.
  • Then click on the option of New Application.
  • The application form will open on your screen.
  • You have to fill up the application form and upload the documentation supporting your claims.
  • After that Submit the application form and keep the application number safe and secure for future purposes.

If you want to see the list of schools In Gujarat state then you can follow the simple steps given below:-

List Of Schools RTE Admission

  • Enter the following information-
    • District
    • Block
    • Ward
    • District code
  • Click on search
  • The list will be displayed on your screen.

 

Process To Check The RTE Admission Application Status

To check the application status of your application in the RTE Gujarat, you must follow the simple steps given below:-

  • Enter the application number and date of birth
  • Click on submit
  • The status will be displayed on your screen.

 

RTE Admission ફોર્મ ભરવા માટે ના આવશ્યક દસ્તાવેજો

ક્રમ દસ્તાવેજનું નામ માન્ય આધાર-પુરાવાની વિગત
1 રહેઠાણ નો પુરાવો આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્‍ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2 વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3 જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5 વાલીની આવકનું પ્રમાણપત્ર જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણાશે.
(તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો)
ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો) આવકનો દાખલો જ માન્‍ય ગણવામાં આવશે.
6 બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7 વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8 અનાથ બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10 બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર
13 ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર
15 શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16 સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17 સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18 બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ​
19 વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ​
20 બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
See also  ACPC Admission 2023 Registration, Eligibility, Merit List, Important Dates

 

RTE Admission ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ

નીચે મુજબના સંજોગોમાં RTE Admission હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે.

  • પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  • આવકમર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનાં વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં નાણાકીય વર્ષે નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. એટલે કે, આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં વર્ષોમાં કોઈ વાલીની આવક નિયત મર્યાદા કરતાં વધે તો સદર યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. BPL કેટેગરી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકનાં પિતાનું નામ BPL કેટેગરીમાંથી રદ થાય તો તે બાબતે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સદર કિસ્સામાં જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી પ્રવેશ રદ કરવાનો રહેશે તથા આ પ્રકારે પ્રવેશ રદ થયેથી આ નિયમો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા અને વિદ્યાર્થીને આપવામાં આવતી સહાય મળવાપાત્ર રહેશે નહિ. સદર વાલી ઈચ્છે તો પોતાનાં બાળકને જે તે શાળામાં સામાન્‍ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.
  • એક માત્ર દીકરી (સીંગલ ગર્લ ચાઈલ્ડ)ના કિસ્સામાંં માતા-પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય એને જ એક માત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઇ સંતાન(દીકરો/દીકરી)નો જન્મ થયેલ હોવો જોઇએ નહિ અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઇ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાણાકીય સહાય પરત કરવાની રહેશે અને જે-તે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રવેશ રદ કરવાનો રહેશે. આવા કિસ્સામાં પ્રવેશ રદ થયા બાદ માતા/પિતા/વાલી ઈચ્છે તો પોતાની દીકરીને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.

 

જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?

  • બાળકના રહેઠાણના પુરાવા તરીકે નીચે દર્શાવેલ દસ્તાવેજ પૈકીના કોઈ એક આધાર માન્ય ગણાશે.
    (૧) મા-બાપના નામે અપાયેલું રેશનકાર્ડ કે જેમાં તે બાળકનું નામ હોય
    (૨) મા-બાપ પૈકી એકનું મતદાર ઓળખપત્ર
    (૩) વીજળી બીલ/પાણી બીલ/મા-બાપ કે બાળક પૈકી એકનોપાસપોર્ટ
    (૪) આધાર કાર્ડ
    (૫) રજીસ્ટર્ડ ભાડાકરાર (નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
    (ગુજરાત સ્ટેમ્પ એક્ટ, ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાનાં આધાર સાથેનો હોવો જોઈશે)
    આ રજીસ્ટ્રર્ડ ભાડાકરાર થયા બાદ રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ વગેરે પુરાવામાં ભાડાકરારમાં દર્શાવેલ સરનામાનો સુધારો કરાવી લેવાનો રહેશે અને આ ભાડાકરાર, લાઇટબીલ અને અન્ય ખર્ચ-આવક ધ્યાનમાં લઇ આવકનું અદ્યતન પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
See also  ITI Admission 2023: ગુજરાતના ITI માં એડમિશન 2023 માટે ફોર્મ શરૂ

રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઈશે ?

  • સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

 

જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાન માત્ર એક જ દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોઈશે ?

  • ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે.

 

શાળા પ્રવેશ આપવાની ના પાડે તેવી સ્થિતિમાં શુ કરશો?

  • ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું) ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.

 

RTE Admission પ્રવેશનાં પ્રથમ રાઉ‍ન્‍ડનાં અંતે અને બીજા રાઉન્‍ડ પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે?

  • હા, RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉ‍ન્‍ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તથા, જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્‍ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાનાં રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉ‍ન્‍ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્‍ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્‍મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્‍ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો. પ્રથમ રાઉ‍ન્‍ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્‍ડ બાદ અને બીજા રાઉન્‍ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.

 

RTE હેઠળ કઈ કઈ કેટેગરીને અગ્રતાક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવે છે?

  • શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.
  • અનાથ બાળક
  • સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
  • બાલગૃહનાં બાળકો
  • બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
  • મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
  • (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
  • ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
  • જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
  • રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
  • ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
  • જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

 

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે આવકની મર્યાદા શું છે?

  • ઉપરોક્ત દર્શાવેલ ૮,૯,૧૧,૧૨ અને ૧૩ નંબરની કેટેગરીમાં આવતા બાળકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારનાં ઠરાવ ક્રમાંક: સશપ/૧૦૨૦૧૧/૪૩૭/અ-૧, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ અને આદિજાતિ વિકાસ વિભાગનાં ઠરાવ ક્રમાંક: છતલ/૧૫૨૦૧૧/૯૮/ગ, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ આવક મર્યાદા લાગુ પડશે. ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવશે તે જે તે શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે લાગુ પાડવાની રહેશે. સૌથી ઓછી આવક ધરાવતા કુટુમ્બનાં બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.

RTE Application for  Compulsory (Necessary) Documents

RTE એડમીશન નોટિફિકેશન ડૉઉનલોડ કરો

RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૨૨/૦૪/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.

Online Application for Admission here

  1. BPL Card/Income Certificate.
  2. Residence Proof (Ration Card in the name of parents, with the child’s name on the ration card or Aadhar Card Voter ID Card or Electricity Bill (Bhade Rehta hoy) or Tax Receipt of the house or any other document issued by the government which has the parents name and the address)
  3. Birth Certificate.
  4. Bank Pass Book (Father or Child)
  5. Cast Certificate (if OBC / SC / ST)

 

RTE Admission Important Notification/Gr

  1. RTE Act 2009
  2. Gujarat RTE Rules 2012
  3. RTE Gujarat GR- 22/05/2013   
  4. Order of Hon. Supreme Court Dated 15-01-2018 in matter of FRC 
  5. 27-12-2017 dated judgement regards FRC Act, 2017
  6. Fee Adhiniyam 2017 [12-04-2017]
  7. Gujarat Self Financed School- Regulation of Fee Act 2017 [14-08-2017]
  8. Fee Niyaman Niyamo 2017 [08-08-2017]
  9. Parent’s User Manual
  10. School’s user manual

RTE Online school admission Form

 Online Admit card Download here

 

Leave a Comment