કમોસમી વરસાદથી પાક નુકસાની માટે વિશેષ પેકેજનો લાભ કેવી રીતે મેળવશો? આ રીતે અરજી કરો

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

રાજ્યમાં માર્ચ-૨૦૨૩ દરમિયાન ૧૩ જિલ્લાના ૪૮ ગામોમાં થયેલા કમોસમી વરસાદથી વિવિધ પાકોને મોટાપાયે નુકસાન થયું છે. તેના વળતર માટે ખેડૂતો દ્વારા માગ કરાતી હતી. તેના અનુસંધાને કૃષિ વિભાગે માવઠાગ્રસ્ત ગામો-તાલુકામાં પાકને થયેલા નુકસાનીનો સર્વે કરાવ્યો હતો. તેનો રિપોર્ટ સરકારને મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને પાક નુકસાની બદલના વળતર માટે સૌથી વધુ સહાય આપતું ખાસ રાહત પેકેજની જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો. વહીવટી તંત્રએ કરેલા આંકલન ઉપરાંત ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો પણ મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRFના ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય સરકારના બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.

મંત્રીએ એવી જાહેરાત કરી હતી કે, ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ. ૨૩,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયું બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં SDRFના નોર્મ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેક્ટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે.

See also  બિપોરજોય વાવાઝોડુ લાઈવ સ્ટેટસ | Check Live Weather Report 2023

કુલ સહાય 4000થી ઓછી હશે તો રૂ.4000 ચૂકવાશે

જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ. ૪૦૦૦ કરતાં ઓછી હશે તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

આ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે

ખેતી નિયામકે જાહેર કરેલ માર્ગદર્શિકામાં પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળી એનઓસી વગેરે વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારી સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે અરજી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા પાક નુકસાન સર્વેમાં 33% થી વધુ નુકસાન જણાતા હોય તેવા સર્વે નંબરવાળા ખેડુત ખાતેદાર કે જેના સર્વે / ખાતા નંબર ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલો હોય તેવા ખેડુત ખાતેદારોને જ આ સહાય પેકેજનો લાભ મળશે. ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ આ પેકેજનો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે. તેમજ તાલુકા કક્ષાએ ગામ પ્રમાણે સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી કે જિલ્લા ખેતીવાડી અધિકારીનો ખેડૂતે સંપર્ક કરવાનો રહેશે.

See also  How can use GMAIL Help me write Feature 2023

ખેડૂતોને રાહત આપતુ વિશેષ પેકેજ જાહેર કરાયુ છે

મહત્વનું છે કે માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂપિયા 13,500 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વધુ એવી વધારાની રૂપિયા 9500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.

જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ  નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂપિયા 18,000 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂપિયા 12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂપિયા 30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.

ખેડૂતોને પેકેજનો લાભ કઈ રીતે મળી શકશે ?

See also  ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલ ની આગાહી

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો-ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલા નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

એપ્રિલના માવઠાથી પાક નુકસાની અંગે કોઇ સહાય નહીં મળે!

ગાંધીનગર – ગુજરાત સહિત દેશભરમાં માર્ચ મહિનાથી શરૂ થયેલા કમોસમી વરસાદ, વાવાઝોડા, કરાં અને પવન સાથે માવઠાથી ખેડૂતો માટે ખાસ કરીને ભારે કફોડી દશા બની છે. રાજ્યમાં ભર શિયાળે માવઠાથી લગભગ અડધા ઉપરાંતના રાજ્યમાં માર્ચ મહિનામાં થયેલા માવઠાથી ખેડૂતોને ઓછા વત્તા અંશે નુકસાન થયું હતું, તેના માટે આજે સહાય પેકેજની ભૂપેન્દ્ર પટેલ સરકારે જાહેરાત કરી છે. પરંતુ માર્ચ પછી એપ્રિલ અને હાલ મે માસમાં ચાલી રહેલી કમોસમી વરસાદની મોસમમાં ખેડૂતોને થયેલા કૃષિ પાકના નુકસાન અંગે વળતર જાહેર થવાની શક્યતા નહીવત છે.

​​​​​​​જૂનાગઢ, વલસાડમાં કેરીના પાકને ફટકો, સુરેન્દ્રનગરમાં મીઠાના અગરોને નુકસાન

એપ્રિલ પછી પણ સતત હવામાનમાં પલટા આવ્યા જ છે. આ અંગે પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, કેબિનેટમાં માર્ચમાં થયેલા માવઠાથી ખેતીવાડીને થયેલા નુકસાનના સર્વે અંગે સહાય પેકેજ જાહેર કરાયું છે. સામાન્ય રીતે માર્ચ માસમાં શિયાળુ પાકનો ઉતારો લેવાની કામગીરી શરૂ થતી હોય છે. એવા સમયે ૧૪ જેટલા જિલ્લાના ૪૮ તાલુકામાં માવઠાથી નુકસાનીનો સર્વે રિપોર્ટમાં ઉલ્લેખ છે. એપ્રિલમાં મોટાભાગના ખેતરોમાંથી પાકની લણણી પૂરી થઇ જતી હોય છે. એટલે એવા નુકસાન અંગે હાલ કોઇ વિચારણા નથી. અહીં નોંધવુ જરૂરી છે કે, સુરેન્દ્રનગરમાં અનેક સ્થળે માવઠાથી મીઠાના અગરોને ખાસ્સુ નુકસાન થયું છે. જૂનાગઢ અને વલસાડની કેરીના પાકને થયેલા નુકશાનની કલ્પના કરવી અઘરી છે, તેમ ખેડૂતોનું કહેવું છે.