Gujarat CET 2023 Registration: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્યએ 20.03.2023 ના રોજ સામાન્ય પ્રવેશ પરીક્ષા (CET) 2023-24ની સૂચના બહાર પાડી છે. ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો 23.03.2023 થી 05.04.2023 છે.
Gujarat CET 2023 Registration
Name of the Board | State Examination Board, Gujarat State |
Exam Name | Common Entrance Test (CET) 2023-24 |
Notification Date | 20.03.2023 |
Last Date to Apply | 05.04.2023 |
Status | Notification Released |
Gujarat GUJCET Result 2023 : Click Here
Gujarat GUJCET Merit List: Click Here
Gujarat GUJCET Result Press Note: Download
Gujarat CET 2023 Important Dates:
Events | Dates |
Date of Issue Notification | 20.03.2023 |
Apply Online Date | 23.03.2023 to 05.04.2023 |
Exam Date | 27.04.2023 |
Gujarat CET Eligibility Criteria 2023
- જે વિદ્યાર્થીઓએ સ્વતંત્ર/ખાનગી શાળાઓના ધોરણ 5 પૂર્ણ કર્યા છે તેઓ માત્ર રક્ષાશક્તિ શાળાઓ અને મોડેલ શાળાઓના ધોરણ 6 માં પ્રવેશ માટે આ સામાન્ય પ્રવેશ પરીક્ષામાં ભાગ લઈ શકે છે.
- આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટના આધારે ધોરણ-6માં પ્રવેશ આપવામાં આવશે.
Gujarat CET 2023 Exam Fee
આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફ્રી રહેશે.
Gujarat CET 2023 Exam Scheme:
- પ્રવેશ પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્નો અને બહુવિધ પસંદગીના પ્રશ્નો- MCQ આધારિત ફોર્મેટની હશે.
- પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું હશે અને સમયગાળો 150 મિનિટનો રહેશે.
- પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં હશે.
- પ્રવેશ પરીક્ષા પ્રમાણભૂત અભ્યાસક્રમ પર હશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષયો અને લોજિકલ રિઝનિંગ એબિલિટી ટેસ્ટ અને જનરલ નોલેજ વિષય પર આધારિત પ્રશ્નો હશે.
How to Apply for Gujarat CET 2023?
- આ જાહેરાત અનુસાર, અરજી ફોર્મ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 05/04/2023 સુધી http://www.sebexam.org પરથી માત્ર ઓનલાઈન સ્વીકારવામાં આવશે.
- ઉમેદવારોએ નિયત ફોર્મ ઓનલાઈન ભરવાની સૂચનાઓ નીચે મુજબ છે. અરજી કરવા માટે વિદ્યાર્થીએ નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
- કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરતાની સાથે જ વિદ્યાર્થીની અરજી બોર્ડ પર ઓનલાઈન સ્વીકારવામાં આવશે. અહીં કન્ફર્મ નંબર જનરેટ થશે.
- જે અનુગામી તમામ પ્રક્રિયાઓ માટે જરૂરી છે, વિદ્યાર્થીએ તેને સાચવવાનું છે. બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર અથવા રજૂઆત કરતી વખતે વિદ્યાર્થીએ તેનો/તેણીનો પુષ્ટિકરણ નંબર રજૂ કરવો આવશ્યક છે.
Important Links
Official Notification | Download |
Official Website | Click Here |
1. Gujarat CET 2023 પ્રવેશ માટેની યોગ્યતાઃ
> સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧ થી ૫નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઉપરોકત તમામ (જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સ) શાળાઓમાં ધોરણ-૬ માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફકત રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સના ધોરણ-૬ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકાશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવશે.
2. Gujarat CET 2023 પરીક્ષા ફીઃ
આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કોમન પ્રવેશ પરીક્ષા) નિઃશુલ્ક રહેશે.
૩. Gujarat CET 2023 કસોટીનું માળખુંઃ
> પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice QuestionMCQ Based) રહેશે.
> પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.
> પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
> પ્રવેશ પરીક્ષા ધોરણ-પના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે. > પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.
ક્રમ વિષય ૧ તાર્કિક ક્ષમતા કસોટી ૨ ગણિત સજ્જતા 3 પર્યાવરણ ૪ | ગુજરાતી ૫ | અંગ્રેજી-હિન્દી કુલ પ્રશ્નો 30 30 ૨૦ ૨૦ ૨૦ ૧૨૦ ગુણ 30 30 ૨૦ ૨૦ ૨૦ ૧૨૦
4. Gujarat CET 2023 પરીક્ષા કેન્દ્ર:
> પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.
5. Gujarat CET 2023 શાળા પસંદગીઃ
આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે આ શાળાઓમાં પ્રવેશ માટે કરવામાં આવેલ જોગવાઇ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા નકકી કરવામાં આવશે તે પ્રમાણે શાળાની પસંદગી આપવામાં આવશે. જે અંગે અલગથી પ્રવેશ સમયે સુચના આપવામાં આવશે. 6. અગત્યની સુચનાઓ
1. આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે.
2. મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.
3. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.
4. http://www.sebexam.org વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે.
5. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.
6. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.
7. આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ મોડેલ સ્કુલ શાળામાં, બી.આર.સી.ભવન અને સી.આર.સી.ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન નિશુલ્કમાં ભરવામાં આવશે. સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે. રક્ષાશક્તિ સ્કુલ્સમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ ૨૫ % વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
8. વિદ્યાર્થી વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે.
9. હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા www.sebexam.org વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.
10.વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય.
11. હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી, સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોટાડવાનો રહેશે.
12. રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ કસોટી બાબતે વિદ્યાર્થી તેમજ વાલીએ લાલચ કે છેતરપીંડી આચારે તેવા અસામાજિક તત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઇપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
13. ઉકત જાહેરાત અન્વયે વધુ માહિતીની જરૂરી જણાય તો ચાલુ કામકાજના દિવસે શાળા સમય દરમ્યાન બી.આર.સી./ટી.પી.ઇ.ઓ.શ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે. (યાદી આ સાથે સામેલ છે.) ટી.પી.ઇ.ઓ. કચેરી માટે સંબંધિત તાલુકા પંચાયતની કચેરીમાં સંપર્ક કરી શકાશે.
14. વિદ્યાર્થી પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે તેવું પ્રમાણપત્ર ઓનલાઈન આપવાનું રહેતુ હોઈ જો કોઈ
ખોટી વિગત રજુ કરશે તો તેનુ ફોર્મ રદ થવા પાત્ર બનશે તથા તેની સામે ફોજદારી ગુનો બનશે. 15. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું રહેશે.
16. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્ર્માંક:સશપ/૧૨૨૦૧૫/૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.
17. આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક: ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અને તા.૧૩-૦૯-૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત થયેલ નમૂનામા મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.
18. વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ, ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર પૈકી ઉમેદવારને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.
19. વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.
20.મેરીટ માટે કટઓફ માર્કસ સમગ્ર શિક્ષા દ્વારા નકકી કરવામાં આવશે.
21. પ્રવેશ માટે અનામતનું ધોરણ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ સમયે નકકી કરવામાં આવશે તે મુજબ રહેશે.
7. ઓનલાઈન અરજી કરવાની રીત :
1) ઉપરોકત દર્શાવેલ પાંચ(૦૫) પ્રકારની શાળાઓમાં પ્રવેશ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શાળાના પ્રકારના વિકલ્પો પસંદ કરવાના રહેશે. અને એક જ વખત ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે.
2) અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી. 3) સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
4) સરકારી/અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે.
5) આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૦૩/૨૦૨૩ થી ૦૫/૦૪/૨૦૨૩ દરમિયાન http://www.sebexam.org પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
6) સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું.
7) “Apply Online” પર Click કરવું.
8) Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Adhar UDI નાખવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
9) Confirm Application પર Click કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ વિદ્યાર્થીએ સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
10)વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે.