GSSSB Recruitment 2023

Nikhil sangani

GSSSB Recruitment 2023 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી માટે બાબત

Rate this post

GSSSB Recruitment 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવતી વર્ગ-૩ની સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા ખાતાકીય પરીક્ષાઓમાં નિમાતા સ્ટાફને ચૂકવવામાં આવતા મહેનતાણાના દર ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમ: (૧) અને (૨) સામેના આ વિભાગના તા.૧૦/૦૪/૨૦૧૫ અને તા.૨૦/૧૧/૨૦૧૮ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે.

પરંતુ ત્યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરના તા.૧૯/૦૧/૨૦૧૭ના અને તા.૨૭/૦૯/૨૦૧૯ના કચેરી હુકમ ક્રમાંક:મનદ/૨૦૧૬/૪૯૯/ઇ થી આયોગ દ્વારા યોજાતી પરીક્ષાઓ માટે નિયુક્ત સ્ટાફને ચુકવવાના માનદવેતન મહેનતાણાના દર સુધારવામાં આવેલ હોવાથી ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ખાતાકીય પરીક્ષાઓના સંચાલન માટે નિયુક્ત અધિકારીઓ/કર્મચારીઓના, પાક્રિકો, પરીક્ષકો તથા અન્ય મહાનુભાવોના, પરીક્ષાલક્ષી અન્ય કામગીરી માટે તજજ્ઞો-અધિકારીઓ/કર્મચારીઓ માટેના મહેનતાણાના દર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નક્કી થયેલ દર મુજબ તેમજ કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટના પ્રશ્નપત્રો તથા ભૌતિક મૂલ્યાંકનની કામગીરી માટેના મહેનતાણાના દર નવેસરથી નિયત કરવા અંગે ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમ:(3) સામેના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પત્રથી રજૂ કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

GSSSB Recruitment 2023 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી માટે બાબત

આ અંગે સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજવામા આવતી વર્ગ-૩ની સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા ખાતાકીય પરીક્ષાઓમાં માટે આ સાથેના પરિશિષ્ટ-૧, ભાગ-અ (પરીક્ષાઓના સંચાલન માટે નિયુક્ત અધિકારીઓ/કર્મચારીઓ માટેના મહેનતાણાના દર), ભાગ- બ (પ્રાશ્નિકો,પરીક્ષકો તથા અન્ય મહાનુભાવોના માનદવેતન મહેનતાણાના દર), ભાગ-ક (પરીક્ષાલક્ષી અન્ય કામગીરી

See also  GSSSB Sub Accountant / Accountant Recruitment 2023 for 700+ posts

માટે તજજ્ઞો/અધિકારીઓ/કર્મચારીઓને માટેના મહેનતાણાના દર) તથા ભાગ-ડ (કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટના પ્રશ્નપત્રો તથા મૂલ્યાંકનની કામગીરી માટેના મહેનતાણાના દર) મુજબ સુધારેલ દરે મહેનતાણું ચૂકવવાનું આથી ઠરાવવામાં આવે છે. આ સુધારેલ દર આ ઠરાવ પ્રસિધ્ધ કર્યા તારીખથી અમલમાં આવશે.

આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગની તા.૧૪/૦૩/૨૦૨૩ની નોંધ તેમજ સરકારશ્રીની તા.૧૫/૦૫/૨૦૨૩થી મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી માટે બાબત PDF


Leave a Comment