ભગવાનની રચનાઓમાં સ્ત્રી જ એકમાત્ર એવી હોય છે જે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં હાર માનતી નથી. જીવનના કોઈ પડાવ ઉપર જો પુરુષ પણ હાર માને તો તેને પણ સ્ત્રી પ્રોત્સાહન આપે છે. એટલે જ તો કહેવાય છે કે દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પરંતુ આ મહિલાના જીવનમાં એવી ઘટના બની ગઈ કે તેની પોતાના પતિના અવસાન પછી એવું કામ શરૂ કરવું પડ્યું કે જે આજ સુધી કોઈ સ્ત્રી એ કર્યું નહીં હોય.
હા વાત થઈ રહી છે સુરતના ઉમરાછી ગામ ના લલીતાબેનની. હાથ સુધી તમે નોકરી કરતી, બિઝનેસ કરતી મહિલાઓને તો જોઈ હશે પરંતુ ખેતરમાં ખેતી મહિલા જોઈ નહિ હોય. જમીન ખેડી અને તેને ઉપજાઉ બનાવી ખૂબ જ મુશ્કેલ કામ છે. અને આ મુશ્કેલ કામને હસતા હસતા કરી રહ્યા છે લલીતાબેન. લલીતાબેન 50 વીઘા જમીનને જાતે ખેડે છે અને સાથે જ પશુ પાલન પણ કરે છે.
ઉમરાછી ગામ ના લલીતાબેન ના લગ્ન સતિષભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન થયા તે સમયે સતિષભાઈ પટેલ અન્ય ની જમીન ખેડીને ગુજરાત ચલાવતા હતા. લલીતાબેનનું લગ્નજીવન સુખી હતું આ લગ્ન જીવનથી તેમને બે દીકરી અને એક દીકરો થયા. પરિવાર સુખેથી દિવસો પસાર કરી રહ્યો હતો. પરંતુ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું જ્યારે તેમને ખબર પડી કે સતીશભાઇ ને કેન્સર થયું છે.
કેન્સરની સારવાર કરવા છતાં લલીતાબેન ના પતિનું અવસાન થયું હની ત્રણ સંતાનો સાથે લલીતાબેન નિરાધાર થઈ ગયા. પતિનું અવસાન અને ખોળામાં ત્રણ બાળકો સાથે લલીતાબેન સામે આખું જીવન પડ્યું હતું. આ સમયમાં કોઈપણ વ્યક્તિ ભાંગી પડે પરંતુ લલીતાબેન એ હિંમત દાખવી અને પોતાના ખેતર માલિકને કહી દીધું કે તેમની જમીન હવે તેના પતિના બદલે તે પોતે ખેડશે.
લલીતાબેન ને તેના પતિએ રમત-રમતમાં ટ્રેકટર ચલાવતા શીખવ્યું હતું. ત્યાર પછી લલીતાબેન એ ખુદ જમીન ખેડવાનું શરૂ કર્યું. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં લલીતાબેન એ જણાવ્યું હતું કે, તેમના પતિ ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને મજૂરી કામ કરતા હતા, તે સમયે તેમણે તેને પણ ટ્રેક્ટર ચલાવતા શીખવ્યું. દસ વર્ષ પહેલા તેમના પતિનું નિધન થઈ ગયું ત્યારથી લલીતાબેન જ ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે.
આ 10 વર્ષના સમયગાળા દરમ્યાન પરિવાર માટે અડીખમ ઊભા રહીને લલીતાબેન એ પોતાની બન્ને દીકરીઓના રંગેચંગે લગ્ન કર્યાં. તેમનો દીકરો અશોક પણ હવે મોટો થઇ ગયો છે અને માતા પાસેથી ટ્રેક્ટર શીખીને ખેતી કામમાં મદદરૂપ થાય છે. ખેતી કરવાની સાથે લલીતાબેન પશુપાલન પણ કરે છે. આમ તળપદા કોળી સમાજમાંથી આવતા લલીતાબેન અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા સ્વરૂપ બની ગયા છે.