Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ સહાય યોજના 2023

5/5 - (9 votes)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ સહાય યોજના 2023: ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. નિયામક સમાજ સુરક્ષા દ્વારા અપંગ, નિરાધાર વૃદ્ધો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, પાલક માતા-પિતા યોજના, વિકલાંગ લગ્ન યોજના, સંત સુરદાસ યોજના અને નિરાધાર વૃદ્ધાવસ્થા સહાય અને નિરાધાર વિકલાંગ યોજના લાગુ પડે છે.

Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ સહાય યોજના 2023

આર્ટિકલ નિરાધાર વૃદ્ધોને અને નિરાધાર અપંગોના સહાય યોજના
ભાષા ગુજરાતી
લાભાર્થીની પાત્રતા નિરાધાર વૃધ્ધ કે જેમને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ
લાભાર્થીની પાત્રતા-2 દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ ધરાવતા હોય
સહાયની રકમ-1 જે નાગરિકોની વયમર્યાદા 60 વર્ષ કે તેથી વધુ છે તેમને દર મહિને 1000/- રૂપિયા પૂરા
સહાયની રકમ-1 જે નાગરિકોની વયમર્યાદા 80 વર્ષ કે તેથી વધુ છે તેમને દર મહિને 1250/- રૂપિયા પૂરા
અરજી પ્રક્રિયા ઓનલાઈન (Digital Gujarat Portal)
Official Website https://sje.gujarat.gov.in/
Online Website https://www.digitalgujarat.gov.in/

 

Vrudh Sahay Yojana 2023

રાજ્યમાં વૃદ્ધ લોકોને ઘણી સહાય યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ ના કારણે તેમના જીવનમાં રાહત અને સુખ સુવિધા મળતી હોય છે. અહીં આવી યોજના એટલે ‘વૃદ્ધ પેન્શન યોજના’ ની માહિતી પ્રસ્તુત છે.

  • યોજનાનો ઉદ્દેશ: નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી. પાત્રતાના ધોરણો. અરજદારની ઊંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme – (IGNOAPS).
  • યોજનાનો ઉદ્દેશ : રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (National Social Assistance Programme(NSAP)) હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય આપવી.
See also  Sant Surdas Yojana Gujarat | સંત સુરદાસ યોજના 2023

 

Vrudh Pension Yojana નો લાભ માટે યોગ્યતા

  • અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.
  • અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
  • દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ.
  • લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય.
  •  લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.

 

Vrudh Pension Yojana નો હેતુ

ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલી બનાવતી હોય છે જે અંતર્ગત રાજ્યમાં વર્ષ 1978 થી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેનું અંગ્રેજી નામ “Assistance Destitute Old Age Pension-ASD” તરીકે ઓળખાય છેેે.

 

Vrudh Pension Yojana નો લાભ લેવા માટે આવક મર્યાદા

ગુજરાત સરકારના Niyamak Samaj Suraxa Khatu દ્વારા આવક મર્યાદા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ માટે લાભાર્થીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 150000 (દોઢ લાખ રૂપિયા) અને ગ્રામ્ય વિસ્તાર માટે 120000 (એક લાખ વીસ હજાર) થી વધુ ન હોવી જોઈએ.

See also  Coaching Sahay Yojana Gujarat | સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના 2023

 

વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત 2023

Vrudh Sahay Yojana Gujarat :- ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા ગરીબ લોકોના જીવન માં સુધાર લાવવા અને અને તેમની દૈનિક આવક વધારવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે, જેમાં વિધવા સહાય યોજના, મફત પ્લોટ સહાય યોજના, દિવ્યાંગ લોકો ને સાધન સહાય યોજના, સંત સૂરદાસ યોજના, વૃદ્ધ સહાય યોજના, સંકટ મોચન યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ નો સમાવેશ થાય છે. પરંતુ હજુ સુધી ઘણા ગરીબ લોકો ની સ્થિતિ દયનીય છે.

 

વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી સહાયની રકમ મળે

Vrudh Pension Yojana Gujarat હેઠળ લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા 1000 (એક હજાર રૂપિયા) DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. અને જે લાભાર્થીઓની વયમર્યાદા 80 વર્ષ કે તેથી વધુ છે, એમને દર મહિને 1250 રૂપિયાની સહાય મળશે.

Viklang pension yojana(ASD) એટલે નિરાધાર અપંગોના નિભાવ માટેની આ યોજના છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીની ઉંમર 45 થી વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75% થી વધુ હોય તો દર મહિને 1000/- પેંશન સહાય પેટે આપવામાં આવશે.

 

Vrudh Pension Yojana આવેદન માટે જરૂરી દસ્તાવેજો

  • Vrudh Sahay Yojana Gujarat Form (અરજી ફોર્મ)
  • આધાર કાર્ડ
  • ઉમર અંગે નો દાખલો
  • આવક નો દાખલો
  • ગુજરાત માં વસવાટ કરો છો તેવો દાખલો
  • રાશન કાર્ડ
  • 21 વર્ષ થી વધુ ઉમર નો પુત્ર નથી તેવો દાખલો
  • અથવા જો 21 વર્ષ થી વધુ ની ઉમર નો પુત્ર છે અને તે બીમાર/અપંગ/દિવ્યાંગ છે તો તે અંગે નો દાખલો.
  • બેન્ક ખાતા ની વિગત.
  • પાસપોર્ટ સાઈજ ફોટો
See also  pass gsrtc in: એસ.ટી. બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે | Online ST Pass Yojana 2023

 

Vrudh Pension Yojana અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું :

  • ગુજરાત સરકાર દ્વારા Vrudh Pensan Yojana અન્‍વયે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે જે ઓનલાઈન સેન્ટર પર થતી હોય છે.
  • ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી અથવા CSC સેન્ટર પરથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની હોય છે.
  • સૌપ્રથમ Vrudh Pensan Yojana ફોર્મ ની જેરોક્ષ મેળવીને અરજી ગ્રામ પંચાયતના VCE ને આપવાનું રહેશે ત્યાર પછી VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરી એન્ટ્રી કરવામાં આવશે.
  • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાં ચકાસણી થશે.

 

વૃદ્ધ પેન્શન યોજના ની અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ :

  • પ્રથમ સત્તાવાર ઓફીસીઅલ વેબસાઇટપર જાઓ.
  • Official website :
    અહી ક્લિક કરો
  • સૌ પ્રથમ, તમારી સ્ક્રીન પર દેખાતું નીચે મુજબ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • વિધવા સહાય મેળવવા માટેનું ફોર્મ PDF 2023 : Download
  • આવેદનપત્ર ભરો
  • ઉપરોક્ત તમામ દસ્તાવેજો જોડો.
  • આ ફોર્મ સામાજિક સુરક્ષા કચેરીને સબમિટ કરો.
  • પછી, તમને મામલતદાર વિભાગ તરફથી મંજૂરી પ્રમાણપત્ર મળશે.

Vrudh Sahay Yojana Gujarat Form ક્યાં જમા કરાવવાનું ?

આવેદક દ્વારા તમામ દસ્તાવેજો ને વૃદ્ધ સહાય યોજના ના અરજી ફોર્મ સાથે બિડાણ કર્યા બાદ આવેદન ફોર્મ નજીક ની મામલતદાર કચેરી માં જમા કરાવવા નું રહેશે. અરજદાર દ્વારા મામલતદાર કચેરી માં આવેદન ફોર્મ જમા કરાવ્યા બાદ આવેદન ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે અને તમામ દસ્તાવેજો અને અરજી ફોર્મ યોગ્ય જણાયેથી અરજદારનું ફોર્મ મંજુર કે ના મંજૂર કરવામાં આવશે.

 

Vrudh Pension Yojana Helpline Number

આવેદક ગુજરાત સરકાર ની વૃદ્ધ પેંશન સહાય યોજના અંતર્ગત નીચે જણાવેલ Vrudh Pension Yojana Helpline Number ના માધ્યમ થી જાણકારી મેળવી શકે છે

  1. 011 24654839
  2. 079 23258539

 

યોજના ક્યારે બંધ થાય?

1. લાભાર્થીનો પુત્ર 21 (એકવીસ) વર્ષનો થાય ત્યારે સહાય બંધ થાય છે.

2. લાભાર્થીનું અવસાન (મૃત્યુ) થવાના કિસ્સામાં

3. લાભાર્થીની વાર્ષિક આવક વધુ થાય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના બંધ થાય છે.

નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની અગત્યની બાબત

નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના અન્વયે લાભાર્થી દ્વારા કરવામાં આવેલ અરજી સબંધિત મામલતદારશ્રી દ્વારા નામંજૂર કરવામાં આવે તો અરજી અંગે 60 દિવસની અંદર સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.

2 thoughts on “Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ સહાય યોજના 2023”

Leave a Comment