નાયબ મામલતદાર(વર્ગ-૩)સંવર્ગમાં સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કેટેગરીવાઇઝ અનામતની ટકાવારી નિયત કરવા બાબત.

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

ઠરાવ ક્રમાંક: RD/MSM/e-file/15/2023/5901/N સચિવાલય, ગાંધીનગર. તા.૧૭.૦૬.૨૦૨૩

  • સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: સીઆરઆર/૧૦૨૦૧૭/૧૨૨૬૩૯/ગ.૨, તા.૧૭.૦૯,૨૦૨૧.
  • પેટા તજજ્ઞ સમિતિની તા.૦૩.૦૧.૨૦૨૩ના રોજ મળેલ બેઠકની કાર્યવાહી નોંધ.

ઠરાવ:

વંચાણે લીધા ક્રમાંક(૧)ના ઠરાવથી The Rights of Persons with Disabilities Act, 2016 અમલમાં આવતાં રાજય સરકારના વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ના સંબંધિત સંવર્ગમાં સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાના ચાર ટકા જગ્યાઓ દિવ્યાંગતા(benchmark disabilities) ધરાવતી વ્યક્તિઓ માટે અનામત રાખવાનું ઠરાવવામાં આવેલ છે.

The Rights of Persons with Disabilities Act, 2016ની કલમ-૩૪માં થયેલ જોગવાઇ અનુસાર સરકારી સેવાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રાખેલ જગ્યાઓ પર, નિમણૂંક માટે કેવા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકે તે નક્કી કરવા માટે અધિક મુખ્ય સચિવશ્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અધ્યક્ષતામાં તા.૦૩.૦૧.૨૦૨૩ના રોજ મળેલ પેટા તજજ્ઞ સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ નાયબ મામલતદાર સંવર્ગ(વર્ગ-૩)માં સીધી ભરતીથી ભરવાની થતી કૂલ ખાલી જગ્યાના ચાર ટકા જગ્યાઓ અનામત રાખવા અને તે પૈકી કેવા પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ આ જગ્યાઓ સામે નિમણૂક મેળવવા વિચારણા લેવાને પાત્ર થશે તે અંગે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

See also  વાર્તાનો વડલો: નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

Category Abbreviations: B = Blind. LV= Low Vision, D= Deaf. HH= Hard of Hearing, OA= One Arm, OL= One Leg, BA= Both Arms, BL= Both Legs, OAL= One Arm and one Leg, BLOA= Both Leg & One Arm, BLA= Both Legs and Arms, CP=Cerebral Palsy. LC= Leprosy Cured. Dw= Dwarfism, AAV= Acid Attack Victim, MDy= Muscular Dystrophy, ASD= Autism Spectrum Disorder (M= Mild, MoD=Moderate), ID=Intellectual Disability, SLD=Specific learning Disability, MI= Mental Illness, MD= Multiple Disabilities, SD Spine Deformity, SI=pine Injury.

આ ઠરાવ વંચાણે લીધા ક્રમાંક(૨)માં દર્શાવેલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની પેટા તજજ્ઞ સમિતિની તા.૦૩.૦૧.૨૦૨૩ના રોજ મળેલ બેઠકમાં સમિતિના નિર્ણયોને આધિન બહાર પાડવામાં આવે છે.

See also  દિવ્યાંગ બાળકોને પ્રા. શાળામાં મૂલ્યાંકન બાબતે સુવિધા અને પાસિંગ માર્ક્સ 20 % ગુણ બાબતે GCERT નો 15-06-2019 નો પરિપત્ર

નાયબ મામલતદાર(વર્ગ-૩)સંવર્ગમાં સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કેટેગરીવાઇઝ અનામતની ટકાવારી નિયત કરવા બાબત: Click Here


 

Leave a Comment