કિંજલ દવે ગુજરાતી ગાયિકીનું ખુબ જ મોટું નામ છે. તેના ગીતોના ચાહકો ગુજરાત કે ભારતમાં જ નહિ વિદેશમાં પણ જોવા મળે છે. કિંજલના લાઇવ કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જણાવી દઇએ કે, હાલમાં જ કિંજલ વેની સગાઇ તૂટ્યાના સમાચાર સામે આવ્યા હતા. લગભગ 5 વર્ષ પહેલા કિંજલની સગાઇ સાટા રિવાજ અનુસાર તેના જ બાળપણના મિત્ર પવન જોશી સાથે નક્કી થઇ હતી અને પવન જોશીની બહેનની સગાઇ કિંજલ દવેના ભાઈ આકાશ સાથે થઇ હતી.
ત્યારે હાલમાં જ કેટલાક દિવસ પહેલા સમાચાર સામે આવ્યા કે કિંજલની પવન સાથેની સગાઇ તૂટી ગઇ છે, કારણ કે પવન જોશીની બહેને કોર્ટ મેરેજ કરી લેતા કિજલ અને પવનનો સંબંધ પણ તૂટી ગયો. જણાવી દઇએ કે, ગયા વર્ષે જ કિંજલ અને પવને સગાઇના 4 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ઉજવણી પણ કરી હતી અને સોર્સિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો અને વીડિયો પણ શેર કર્યાં હતા. ચાહકો પણ તેમની જોડીને ખુબ જ પ્રેમ આપી રહ્યા હતા.
ત્યારે હવે તેમની સગાઈ તૂટવાની ખબરથી ચાહકો પણ આઘાતમાં છે.ત્યારે કિંજલની સગાઇ તૂટ્યા બાદથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો જેમાં કિંજલ દવે પવન જોશી સાથે ફોન પર વાત કરતી દેખાઇ રહી હતી. જો કે, આ વીડિયોની હકિકત કંઇ અલગ જ છે. વીડિયો વર્ષ 2019નો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે, કિંજલ વેની સગાઇ તુટી ગયા પછીનો આ વીડિયો હોવાની વાત ખોટી છે. રેડ કેમ દ્વારા ઓફિશિયલ યુટ્યુબ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.
RJ દેવકીએ કેટલાક વર્ષો પહેલા ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે સાથે ઇન્ટવ્યુ કર્યુ હતુ. જે સોશિયલ મીડિયામાં લાઇવ પણ દેવકીએ કર્યુ હતું. આ દરમિયાન કિંજલ પવન જોશી સાથે ફોન પર વાત કરતી દેખાઇ હતી. ત્યારે આ વીડિયો જૂનો હોવાનું અને કિંજલ દવે અને પવન જોશીની સગાઇ તૂટી હોય એ પહેલાનો હતો. ફેક્ટ ચેક દ્વારા આ વીડિયોને ખોટો હોવાનું કહેવામાં આવ્યુ અને તેની હકિકત પણ જણાવવામાં આવી.