Anubandham Gujarat Rojgar Portal Registration, Log in @ anubandham.gujarat.gov.in

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Anubandham Gujarat Rojgar Portal Registration, Log in @ anubandham.gujarat.gov.in, અનુબંધમ પોર્ટલ, રજીસ્ટ્રેશન, જરૂરી ડોક્યુમેન્‍ટ: Anubandhan Gujarat Rojgar is a portal created by the state government of Gujarat to provide information related to employment opportunities in the state. The portal offers a variety of services including job listings, training programs, and information about government schemes and policies related to employment.

આપણો દેશ દિન-પ્રતિદિન ડિજીટલ થતો જાય છે. લોકો પણ આનંદભેર Digital Seva નો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકાર નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને  અવનવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી જ રહેતી હોય છે. આપણું યુવાધન જ દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઘણા બધા વિભાગ અને જિલ્લા કક્ષાએ કચેરીઓ કાર્યરત છે. રાજ્યમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે તે માટે ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham Mobile App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

Anubandham Gujarat Rojgar Portal

Name of the scheme Anubandham portal
Launched by Government of Gujarat
Beneficiary Citizens of Gujarat
Objective To provide employment
Official website anubandham.gujarat.gov.in
Year 2023
State Gujarat
Mode of application Online

Anubandham Gujarat Rojgar Portal થી થતા લાભ

  • નોકરી મેળવવા માંગતા યુવાનોને ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
  • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે રોજગાર કચેરી સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  • anubandham.gujarat.gov.in પોર્ટલ પર ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  • ફિલ્ટર અને ક્વિક સર્ચની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
  • ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ રજીસ્ટ્રેશન થશે, જેથી કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  • Anubandham Portal મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  • નોકરીદાતાને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
  • નોકરી આપનાર નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.

અનુબંધમ પોર્ટલ માટેની પાત્રતા

        ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ પોર્ટલનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા આપેલી છે. આ પોર્ટલ પર અભણ લોકો, પોતાની આવડત ધરાવતા લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ શિક્ષિત બેરોજગાર આ પોર્ટલ પર વિનામુલ્યે Online Registration કરાવી શકે છે.

See also  GPSSB Gram Sevak Bharti 2022 | Gram Sevak Recruitment

 

Important Point Of Anubandham Gujarat Rojgar Portal

સંસ્થાનું નામ Directorate of Employment & Training, Government of Gujarat
anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ઓનલાઈન રજીસ્ટ્રેશન  (કોઈપણ જગ્યાએથી)
નોકરીનો પ્રકાર શિક્ષિત અને અશિક્ષિત (Education Wise Jobs)
લોન્‍ચ કર્યાની તારીખ 06/08/2021

Anubandham Gujarat Portal Login

રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની માહિતી નીચે મુજબ આપેલી છે.

Job Seeker Online Registration

રાજયના નોકરી મેળવવા ઈચ્છતા નવયુવાનો પોતાના મોબાઈલ કે લેપટોપ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે નીચે મુજબ જાણી શકીશું.

  • સૌપ્રથમ Google Search Bar માં “anubandham.gujarat.gov.in” ટાઈપ કરવું.
  • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર Register”  બટન પર ક્લિક કરવું.
  • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની “ઈમેઈલ આઈડી” અથવા મોબાઈલ નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

Job Provider Registration

Job Portal Gujarat દ્વારા નોકરીદાતાઓનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે. રાજ્યના સંસ્થાઓ કે અન્ય વિભાગ/ કચેરીમાં નોકરી પૂરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં Job Provider તરીકે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે નીચે મુજબ જોઈશું.

  • પ્રથમ Google Search Bar માં “anubandham.gujarat.gov.in” ટાઈપ કરવું.
  • ત્યાર બાદ અનુબંધમ પોર્ટલ પર “Register”  પર ક્લિક કરવું.
  • જેમાં નોકરીદાતા હોય તો “Job Provider” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ Job Provider એ પોતાની Email Id અથવા Mobile Number નાખીને, મોબાઈલ પર આવેલા OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information  માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

અનુબંધમ ગુજરાત પોર્ટલ લોગીન કરવા માટે નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નેને અલગ-અલગ ડોક્યુમેન્‍ટ જોઈએ. આ ડોક્યુમેન્‍ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન ઓનલાઈન વેબસાઈટમાં અપલોડ કરવાના હોય છે. જે નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  • અરજદારો ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર
  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર વગેરે

Anubandham Mobile Application

શ્રમ અને રોજગાર દ્વારા બનાવેલ ‘અનુબંધમ એપ્લિકેશન” બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્ને સરળતાથી કરી શકે છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પહેલાં ઉમેદવારોને ફક્ત એકવાર Desktop દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ Anubandham Mobile Application ને Google Play Store માંથી વિનામૂલ્યે Download કરી શકાશે. આ એપ્લિકેશનના શું ફાયદા છે તે મુજબ છે.

  • Anubandham Mobile App  પર ઉમેદવારો કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
  • ઉમેદવારો આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી Job Search કરી શકે છે.
  • નોકરી મેળવનાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
  • જોબ મેળવનાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના ઈન્‍ટરવ્યુહની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન જોઈ શકે છે.
  • Job Fair participation વિશેની માહિતી પણ anubandham app  દ્વારા મેળવી શકે છે.
  • anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેન કરેલા ઉમેદવારો પોતાની રીતે એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.

Anubandham Helpline

રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને નોકરી પૂરી પાડવામાં અગ્રેસર રહેલુ છે. આ સેવાઓને Digital બનાવવા માટે અનુબંધમ પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ પર નોકરીદાતા અને નોકરી મેળવનાર બન્નને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. Online Registration દરમિયાન કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો હેલ્પલાઈન પર સંપર્ક કરી શકે છે.

See also  ધોરણ 1 થી 4 માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે
Office Address Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010
Anubandham Portal Helpline Number +91 6357390390  
Anubandham Helpline anubandham.gujarat.gov.in

Important Links

Anubandham Website Click Here
Job Provider Registration Apply Here
Job seeker Registration Apply Here
Anubandham Login Page Apply Here
Job Provider/Employer List Click Here
Download User Manual in JobSeeker Download Here
Download User Manual in Job Employer Download Here