PM Pranam Yojana: ખેડૂતો માટે 3.70 લાખ કરોડની ફાળવણી, ખેડૂતોને શું ફાયદો થશે ?

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

PM Pranam Yojana: પીએમ પ્રણામ યોજના ખેડૂતો માટે 3.70 લાખ કરોડ મંજૂર: ભારત સરકત ખેડૂતો માટે અવાર નવાર જુદા જુદા પ્રકારની યોજના લઈ ને આવે છે. આ યોજનાઓ થકી ખેડૂતોને આર્થિક રીતે મદદ તથા ખેતી માટેના સાધનો જેવી સહાય મળે છે. ત્યારે હાલ સમાચાર સામે આવ્યા છે કે પીએમ પ્રણામ યોજના અંતર્ગત ખેડૂતો માટે 3.70 લાખ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો? તો ચાલો જાણીએ પીએમ પ્રણામ યોજના વિશે નીચ મુજબ વિગતે.

PM Pranam Yojana વિશે

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિત માટે એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના વાળી PM PRANAM Yojana ને મંજૂરી આપી દીધી છે. આ યોજના નીચે કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે, આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવેથી.

સરકારે 3.68 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા PM Pranam Yojana

PM PRANAM Yojana ની મંજૂરીની માહિતી ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આપી હતી. મસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, કેબિનેટે બુધવારે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે નવી યોજના પીએમ-પ્રણામને મંજૂરી આપવામાં આપી છે. સરકારે આ યોજના માટે 3.68 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ અંતર્ગત રાજ્યોને આર્થિક મદદ કરવામાં આવશે અને રાજ્યોને ખાતરની વ્યવસ્થાને મજબૂત બનાવી શકશે.

See also  CET Exam Download Details - Gyan Setu Merit Scholarship 2024

આગામી 3 વર્ષમાં ખર્ચ થશે.

કેબિનેટની બેઠક પછી ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યુ કે આગામી (3) ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3 લાખ 70 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.

શું છે પીએમ પ્રણામ યોજના

2023ના બજેટમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને વૈકલ્પિક ખાતરોના પ્રોત્સાહન અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ માટે “પીએમ પ્રણામ યોજના” શરૂ કરવાની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાને તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, “PM Program for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth “(પીએમ પ્રણામ) વૈકલ્પિક ખાતરો અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવશે.

Leave a Comment