Coaching Sahay Yojana Gujarat | સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના 2023

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Coaching Sahay Yojana Gujarat | સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના 2023:  ગુજરાત સરકાર રાજ્યના મધ્યમ અને ગરીબ લોકોના આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે વિવિધ યોજનાઓ બહાર પાડે છે. તેવી જ રીતે, બિન અનામત વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી હતી. આ વિભાગ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવશે.

આ લેખમાં તમને કોચિંગ સહાય યોજના શું છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના શું છે, તેનો હેતુ, ટ્યુશન સહાય યોજનાના લાભો, જરૂરી દસ્તાવેજો અને કોચિંગ સહાય યોજના માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી તે વિશેની માહિતી મળશે. તે સંપૂર્ણ વિગતો બતાવશે. આ યોજનાને ટ્યુશન સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

Coaching Sahay Yojana Gujarat | સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના 2023

યોજનાનું નામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને કોચિંગ સહાય આપવી
આયોગનું નામ નિયામક વિકસતી જાતિ કલ્યાણ
લાભાર્થી પાત્રતા ધરાવતા OBC તથા વિકસતી જાતિના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાય વિદ્યાર્થીઓને કોચિંગ સહાય યોજના હેઠળ એમના એકાઉન્ટમાં DBT દ્વારા રૂપિયા 20,000 (વીસ હજાર) ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? e Samaj Kalyan Portal Online Application
Official Website https://esamajkalyan.gujarat.gov.in/
See also  Tractor Sahay Yojana 2023: ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર ખેડૂતો ને મળશે સહાય

 

What is Coaching Sahay Yojana Gujarat?

ગુજરાત માં બિન અનામત વર્ગના રહેતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ 20,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.

તાલીમાર્થીઓને Coaching Sahay Yojana મેળવવા માટેની પાત્રતા

સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા આ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • મૂળ ગુજરાતના વતની હોવો જોઈએ.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ.
  •  સરકારી ભરતીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ.
  • શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
  • તાલીમાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
  • તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે.
  • આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
  • સંસ્થાના ત્રણ વર્ષના અનુભવ અંગેનું ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર સંસ્થા પાસેથી મેળવીને રજુ કરવાનું રહેશે.

 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજનાદ્વારા મળવાપાત્ર સહાય

વિદ્યાર્થી ને ધોરણ 10 માં 70% થી વધુ હોય અને ધોરણ 11 કે 12 વિજ્ઞાન પ્રવાહમાં આભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થ્યીઓને પ્રતિ વર્ષ રૂપિયા 20,000/- સહાય મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓને સીધી સહાય (ડી. બી.ટી. ) મારફતે મળવાપાત્ર થશે. પ્રતિ વર્ષ 20,000/- રૂપિયા અથવા ખરેખર ભરેલ ફી બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે. વર્ષમાં એક જ વાર સહાય મળવાપાત્ર થશે.

 

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ

  • ઓનલાઈન એપ્લિકેશન
  • આધારકાર્ડ
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર
  • ક્રિમિલિયર સર્ટિફિકેટ
  • રહેઠાણ અંગેનો પુરાવો
  • ધો. 10, ધો.-12 અને સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
  • ફી ની પોંહચ (GST No. સહિત)
  • આવકનો દાખલો
See also  PM Kisan Samman Nidhi Yojana 2023 : Check Payment status and Registration online

 

Coaching Sahay Yojana ક્લાસના ધારા-ધોરણો

  • સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈશે.
  • સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ.
  • તાલીમ આપતી સંસ્થા GST નંબર ધરાવતી હોવી જોઈએ,
  • સંસ્થા પાસે પોતાનું Pancard હોવું જોઈએ.
  • તાલીમ આપતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક મશીન હોવું જોઈએ.
  • તાલીમ આપતી સંસ્થાનું રજીસ્ટ્રેશન મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ,1950 હેઠળ થયેલું હોવું જોઈએ.
  • તાલીમ આપતી સંસ્થા કંપની અધિનિયમ,1956 હેઠળ રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
  • સંસ્થાનું શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, 1948 પ્રમાણે નોંધણી થયેલી હોવી જોઈએ.
  • ઉપરોક્ત 3 અધિનિયમમાંથી કોઈપણ એક પ્રમાણ સ્પર્ધાત્મક તાલીમ સંસ્થાની નોંધણી થયેલી હોવી જોઈએ.

 

Coaching Sahay Yojana આવક મર્યાદા

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા Coaching Help scheme માટે કુટંબની વાર્ષિક આવક મર્યાદા 4,50,000/- કે તેથી ઓછી હોવી જોઈએ.

 

Apply Online For Coaching Sahay Yojana Gujarat

STEP 1 : સૌપ્રથમ તમારે નિગમ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે ત્યારબાદ તમને તેમાં Scheme નામનું એક મેનુ જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

 

STEP 2 : ત્યારબાદ તેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના (Coaching Help Scheme)ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 3 : ત્યારબાદ તમને તેમાં ટ્યુશન સહાય યોજના વિશે થોડી માહિતી જ જોવા મળશે ત્યારબાદ નીચે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 4 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને લોગીન આઈડી અને પાસવર્ડ માંગશે.

STEP 5 : હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જે પણ યોજનામાં તમે અરજી કરવા માંગતા હોય તેમાં Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 6 : પછી તમારે વિદ્યાર્થીઓ પોતાના ટ્યુશન ક્લાસ ની તથા પોતાના સંપર્ક ની વિગતો ભરવાની રહેશે અને Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

See also  Sanchar Saathi Portal 2023 @sancharsaathi.gov.in, Find Your Lost Mobile

STEP 7 : બધી વિગતો ભર્યા બાદ તમારે હવે પાસપોર્ટ સાઈઝ ફોટો – સિગ્નેચર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

STEP 8 : ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે હવે અરજીને કન્ફર્મ કરવાની રહેશે તે માટે Confirm Application ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 9  : અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી સામે એપ્લિકેશન નંબર જોવા મળશે તે તમારે કોઈપણ સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવો.

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ક્યાં મોકલવાની?

ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી ની પ્રિંન્ટ કાઢીને નીચે સહી કરીને તથા  અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત કરેલ નકલ વિદ્યાર્થી જે  જિલ્લામાં અભયાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક (વિચરતિ જાતિ) કે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ કે પોસ્ટ મારફતે નિયત સમય મર્યાદામાં મોકલવાની રહેશે.

GUEEDC Office Address

ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર માં આવેલી છે. જેનું સરનામું નીચે મુજબ  આપેલ છે.
સરનામું: કર્મયોગી ભવન, બ્લોક નં-2, ડી-2 વિંગ,સાતમો માળ, ગાંધીનગર

GUEEDC Helpline Number | Bin Anamat Aayog Contact Number

ગુજરાત સરકાર દ્વારા Bin Anamat Aayog Contact Number નીચે પ્રમાણે જાહેર કરેલો છે
     Phone Number: 079-23258688, 079-23258684

Important Links

E Samaj Kalyan Official Portal Click Here
New User? Please Register Here! Click Here
Citizen Login Click Here
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો Click Here

 

[saswp_tiny_multiple_faq headline-0=”h2″ question-0=”કોચિંગ સહાય યોજના 2023 માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવાની રહેશે?” answer-0=”આ યોજનાનો લાભ લેવા માટે તાલીમાર્થીઓને e Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.” image-0=”” headline-1=”h2″ question-1=”કોચિંગ સહાય યોજના કયા અભ્યાસના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે?” answer-1=”બિન અનામત વર્ગના ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કોચિંગ સહાય મળવાપાત્ર છે.” image-1=”” headline-2=”h2″ question-2=”કોચિંગ સહાય યોજના મેળવવા માટે વધુમાં વધુ કેટલી ટકાવારી હોવી જોઈએ?” answer-2=”કોચિંગ સહાય મેળવવા માટે ધોરણ 10 માં 70% કે તેથી વધુ હોવા જરૂરી છે.” image-2=”” headline-3=”h2″ question-3=”કોચિંગ સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?” answer-3=”કોચિંગ સહાય યોજનામાં વર્ષમાં એક વાર 20,000/- સહાય આપવામાં આવે છે.” image-3=”” count=”4″ html=”true”]

Leave a Comment