ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલ ની આગાહી

5/5 - (1 vote)
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Havaman Samachar Gujarat: હવામાન સમાચાર : નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વાવાઝોડાએ જાહેર મચાવી દીધો છે ત્યારે તાજેતરમાં હવામાન વિભાગ ના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક વરસાદી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ  મુજબ “વાત જાણે એમ છે કે” ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ જણાવે છે કે દક્ષિણ ગુજરાતમાં તારીખ 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.

Havaman Samachar Gujarat 2023

Havaman Samachar વિશે અંબાલાલ  વધુમાં જણાવે છે કે “આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે” આ સાથે જ વધુમાં ઉમેરતા કહે છે “બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે” જેના સિવાય મુંબઈ સહિત મહારાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ થશે પણ ઓગસ્ટ મહિનામાં વરસાદની સંભાવના ઓછી છે. જાણીતા હવામાન શાસ્ત્રી અને હવામાન વિભાગ બંને દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. આ સાથે ઉત્તર ગુજરાતના પવનની ગતી 41 થી 61 કિમી નોંધાશે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કચ્છ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાંધીનગર અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

See also  Police Bharti news 2023: ગુજરાત પોલીસ ભરતી માટે સારા સમાચાર, ગૃહ મંત્રી એ કરી જાહેરાત

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાત માટે મોટી આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દ્વારકા, જામનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી છે તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દીવ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગીર સોમનાથ અને બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદ, આણંદ, ખેડામાં વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, પંચમહાલ, દાહોદમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાનની આગાહી મુજબ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

  • બંગાળની ખાડીનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું
  • 28 જૂનથી રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના
  • મધ્ય અને દ. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાય તેવી સંભાવના
  • ગુજરાતમાં વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
  • જેમાં બંગાળની ખાડીનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યુ બંગાળની ખાડીનું ચોમાસુ 8 જુલાઇ સુધી વરસાદ આપશે.
  • 28 જૂનથી રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે.

See also  ગુજરાતના ખેડૂતોને મોટી રાહત, સરકારે માવઠાંથી થયેલ પાક નુકશાની માટે ઈતિહાસના સૌથી મોટા સહાય પેકેજની કરી જાહેરાત

 

અંબાલાલ પટેલની વરસાદની આગાહી માટે અહી ક્લિક કરો
અન્ય સમાચાર માટે અહી ક્લિક કરો

1 thought on “ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલ ની આગાહી”

Leave a Comment