ધોરણ 1 થી 4 માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે

Rate this post
Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબતે

સંદર્ભ:- 1. જીસીઇઆરટી, ગાંધીનગરની સિંગલ ફાઇલ 12/2022 તા. 11/05/2022

પર માન. શિક્ષણમંત્રીની મળેલ પરવાનગી સંદર્ભે

2. તા.06/07/2023ની શાખા નોંધ પર મળેલ મંજૂરી અન્વયે

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પાયારૂપ વાચન-લેખન-ગણન કૌશલ્યોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન અમલીકૃત છે, જે અંતર્ગત પૂર્વ પ્રાથમિકનાં ત્રણ વર્ષ અને ધોરણ 1 થી 3 નાં ત્રણ વર્ષ દરમિયાન બાળકોમાં પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યો કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પાંચમી જુલાઈ, 2021ના રોજ સદર મિશનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન વર્ષ 2026-27 સુધી NEP-2020 અનુસંધાને અમલી રહનાર છે.

ભારત સરકાર દ્વારા આ મિશનનું નિયમિત રીતે મોનીટરીંગ કરવામાં આવે છે. ગત વર્ષે બેઇઝલાઇન શૈક્ષણિક મૂલ્યાંકનની કામગીરી આપણા રાજ્યમાં હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રકારનું મૂલ્યાંકન ચાલુ વર્ષે કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે અને જરૂરી ઉપચારાત્મક કાર્ય કરી શકાય. આથી ચાલુ વર્ષે પણ આવો શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવનાર છે.

See also  Std- 9 To 12 Unit Test Question Bank Mulyankan Babate Paripatra

જે સંદર્ભે વર્ષ 2023-24માં ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની નિપુણ ભારતની માર્ગદર્શિકામાં સમાવિષ્ટ વિકાસાત્મક ધ્યેય- 1- EC- બાળક અસરકારક પ્રત્યાયનકાર બને (ભાષા) તેમજ વિકાસાત્મક ધ્યેય- 3- IL-‘બાળકો જાતે શીખે અને પોતાના નજીકના પર્યાવરણ સાથે જોડાય’ (ગણિત) અંતર્ગત શૈક્ષણિક સ્થિતિ સિદ્ધિના મૂલ્યાંકનની કામગીરી કરવાની રહેશે. જે માટે નીચે મુજબની બાબતોને ધ્યાને લેવાની રહેશે.

આ સર્વે જુલાઇ, વર્ષ 2023-24માં હાથ ધરવાનો રહેશે. જેમાં રાજ્યની તમામ આઠ માધ્યમની (ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને તમિલ, તેલુગુ અને ઉડિયા) અને તમામ પ્રકારની (સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર) શાળાઓમાં હાથ ધરવાનો રહેશે.

સદર સર્વેક્ષણ ધોરણ 1 થી 4 માં હાથ ધરવાનું રહેશે. ધોરણ 1 માં દાખલ થનાર બાળકો માટે બાલવાટિકાની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ 2 માં ધોરણ 1 ની અધ્યયન નિષ્પત્તિઓ, ધોરણ ૩ ધોરણ 2ની અધ્યયન નિષ્પત્તિઓ અને ધોરણ 4 માં ધોરણ ૩ની અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલ મૂલ્યાંકન ઉપકરણનો ઉપયોગ કરવાનો રહેશે.

● ધોરણ 1 થી 4 ના તમામ વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ થનાર હોઈ, મૂલ્યાંકન અંતર્ગત મળતી માહિતીની ડેટા એન્ટ્રી ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ દ્વારા તૈયાર કરેલ અપ્લીકેશન મારફતે કરાવવાની રહેશે. જેની સૂચના ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ દ્વારા આપવામાં આવશે.

See also  Gujarat Khel Sahayak Recruitment 2023: 5075 Vacancy Posts

● જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ ઉપકરણ રાજ્યના તમામ ડાયેટ દ્વારા તેમના જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા શિક્ષણાધિકારી/શાસનાધિકારી મારફતે શાળાઓ સુધી સોફ્ટ કોપી- ઇમેઇલમાં ઉપલબ્ધ કરાવવાના રહેશે. જિલ્લાના પ્રાથમિક

ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકામાં તા. 12-13 જુલાઇ,2022ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કૉ, તેમજ સી.આર.સી.કૉ.ને આ બેઝલાઇન સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરવાના રહેશે.

● તા. 14 જુલાઇ, 2023 ના રોજ જિલ્લા કક્ષાએથી ઉપકરણ શાળાઓને સોફ્ટ કોપીમાં ઉપલબ્ધ કરાવવું.

• જે વર્ગમાં 5 બાળકો હોય તેના વિષયશિક્ષકે એક દિવસમાં આ સર્વે પૂર્ણ કરી બીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.

જે વર્ગમાં 10 બાળકો હોય તેના વિષયશિક્ષકે બે દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ત્રીજા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.

• જે વર્ગમાં 15 બાળકો હોય તેના વિષયશિક્ષકે ત્રણ દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ચોથા દિવસે તેની ડેટા-એન્ટ્રી કરવાની રહેશે.

• જે વર્ગમાં 15થી વધુ બાળકો હોય તેના વિષયશિક્ષકે રોજના સરેરાશ 5 બાળકોની ડેટા એન્ટ્રી મુજબ દિન-10માં આ ડેટા એન્ટ્રી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

See also  GSRTC Conductor Recruitment Post Notification, Apply Online, Salary, Age Limit, Fee, Merit List

આ સર્વે તા. 15 જુલાઇ, 2023થી તા. 25 જુલાઇ, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે તેમજ આ સર્વેની ડેટા એન્ટ્રી તા. 30 જુલાઇ, 2023 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

 

ડેટા એન્ટ્રી કરવા માટેની પ્રક્રિયાની સૂચના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે. • સ્થાનિક ●

 

પરિસ્થિતિ ધ્યાને લઈને આ સર્વે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. આ સર્વેમાં નબળી શૈક્ષણિક સિધ્ધિ સ્થિતિ ધરાવનાર બાળકોને સમયદાન આપી યોગ્ય શૈક્ષણિક ઉપચારાત્મક કાર્ય કરાવવાનું રહેશે. ઉપચારાત્મક કાર્ય બાદ આ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ સ્થિતિ ચકાસવા માટે ટૂંક સમયમાં અન્ય શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવશે.


ધોરણ 1 થી 4માં શૈક્ષણિક સર્વેની કામગીરી બાબત : Click here

Std 1 Sarve Test 2023 :: Click here

Std 4 Sarve Test 2023 :: Click here

EC std 1 Sarve Test 2023 :: Click here

Std 2 EC Sarve Test 2023 :: Click here

Std 2 Sarve Test 2023 :: Click here

Std 3 Sarve Test 2023 :: Click here

EC std 3 Sarve Test 2023 :: Click here